રિલીઝ પહેલા જ આયુષ્માનની ફિલ્મ ડ્રીમ ગર્લ વિવાદોમાં સંપડાઇ: જાણો વિગતો

07 September 2019 09:12 AM
Entertainment
  • રિલીઝ પહેલા જ આયુષ્માનની ફિલ્મ ડ્રીમ ગર્લ વિવાદોમાં સંપડાઇ: જાણો વિગતો

ફિલ્મની રિલીઝ જેમ જેમ નજીક આવી રહી છે લોકોમાં ફિલ્મને લઇને ઉત્સાહ વધતો જાય છે.

મુંબઈ: આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ હાલ દર્શકોમાં ચર્ચાનો વિષય છે. ફિલ્મનો ટ્રેલર જ્યારથી રિલીઝ થયો છે ત્યારથી ચાહકો આયુષ્માન ખુરાનાના વખાણ કરતાં નથી થાકતાં. ફિલ્મની રિલીઝ જેમ જેમ નજીક આવી રહી છે લોકોમાં ફિલ્મને લઇને ઉત્સાહ વધતો જાય છે.

ફિલ્મનું પ્રમોશન પણ પૂરજોશમાં થઈ રહ્યો છે. દરમિયાન ફિલ્મ માટે એક ખરાબ સમાચાર પણ છે. ડાયરેક્ટર જનક તોપરાનીએ આરોપ મૂક્યો છે કે ડ્રીમ ગર્લ તેની ફિલ્મની કૉપી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની રિપોર્ટ પ્રમાણે-ડ્રીમ ગર્લ વર્ષ 2017માં બનેલી તેની ફિલ્મ કૉલ ફૉર રનની રીમેક છે. આ ફિલ્મમાં પણ લીડ કેરેક્ટરે મહિલાનું રૂપ લીધું હતું. તેણે કહ્યું કે આ સ્ક્રિપ્ટ લઇને તે બેવાર બાલાજીની ઑફિસ પણ ગયા હતા પણ બન્નેવાર તેમને ના પાડી દેવામાં આવી.
ગયા વર્ષે તેમને ફાઇનેન્સર મળ્યો જેના પછી તેમણે ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. દરમિયાન તેમણે જણાવ્યું કે તેમનું ડિસ્કશન પ્રૉડક્શન હાઉસ સાથે થયું હતું અને એકતા કપૂર તેનો ભાગ ન હતી. ઘણી વિનંતીઓ પછી પણ તે બાલાજીના CEO, નચિકેત પંતવૈદ્ય સાથે મુલાકાત કરી શક્યા નહીં.

જનક તોપરાનીએ કહ્યું કે જો ડ્રીમ ગર્લ તેની ફિલ્મની કૉપી હશે તો તે ફિલ્મ પર લીગલ કેસ કરશે. તેમને ફિલ્મમાં એક રાઇટરના રોએલિટી રાઇટ્સ પણ જોઇએ અને રાઇટર તરીકેની ક્રેડિટ પણ.

જણાવીએ કે ડાયરેક્ટર દ્વારા લગાડવામાં આવેલા આરોપો પર ડ્રીમ ગર્લના નિર્દેશક રાજ શાંડિલ્યની પ્રતિક્રિયા સામે આવી છે. રાજ શાંડિલ્યએ કહ્યું કે તેની પાસે આ ફિલ્મનો આઇડિયા વર્ષ 2010થી છે, અને તેમણે આ રજિસ્ટર પણ કરાવ્યો છે.

ફિલ્મની વાત કરીએ તો ડ્રીમ ગર્લથી રાજ શાંડિલ્ય પોતાનો ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂર, શોભા કપૂર અને આશીષ સિંહે કર્યું છે. ફિલ્મ 13 સપ્ટેમ્બર, 2019ના રિલીઝ થશે.


Loading...
Advertisement