40 નવી વંદે ભારત એકસપ્રેસ ટ્રેન 2022 સુધીમાં દોડવા લાગશે

06 September 2019 01:25 PM
India Travel
  • 40 નવી વંદે ભારત એકસપ્રેસ ટ્રેન 2022 સુધીમાં દોડવા લાગશે

ભારતીય રેલવેએ ફરીથી બનાવવાની યોજના

નવી દિલ્હી તા.6
ભારતીય રેલવેએ ફરીથી બનાવવાની યોજનાને આખરી સ્વરૂપ આપતા ભારતમાં 2022 સુધીમાં વધુ 40 નવી વંદેભારત એકસપ્રેસ ટ્રેન દોડતી થશે. સરકારે આ માટે ટેન્ડરીંગ પ્રોસેસ શરુ કરી છે.અધિકારીઓના જણાવ્યા મુજબ મામકાબાદ અને પારદર્શિતાના અભાવના આક્ષેપોથી ચાલુ વર્ષથ શરુઆતમાં ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું. રેલવે બોર્ડ હવે મેન્યુફેકચરીંગ માટે ટેન્ડરીંગ પ્રોસેસ શરુ કરી છે.સમયપત્રક મુજબ ટ્રેનની પ્રોપલ્સન સીસ્ટમ માટે ઓકટોબરમાં ટેન્ડર બહાર પડશે. હાલમાં વંદેમાતરમ એકસપ્રેસથી બે રેક ઓપરેશન માટે ઉપલબ્ધ છે, અને એમાંથી એક દિલ્હી અને વારાણસી વચ્ચે દોડે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરીએ આ રૂટ પર ટ્રેન લોંચ કરી હતી. ટ્રેન 18 તરીકે જાણીતી વંદે ભારત એકસપ્રેસ ભારતની સ્થાનિક રીતે બનાવાયેલી સંમત હાઈબ્રીડ ટ્રેન છે, અને તે કલાકના 160 કીમીની ઝડપે દોડી શકે છે.
પ્રથમ બે રેક બનાવનારી ચેન્નાઈની ઈન્યીગુલ કોચ ફેકટરીએ જૂનમાં ત્રીજી રેક માટેના તમામ ટેન્ડર વિવાદોના પગલે રદ કર્યા હતા.


Loading...
Advertisement