સામા પૂરે તરી પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતી કોમની યુવતીઓએ કામિયાબીની કથા લખી

06 September 2019 01:22 PM
India Woman World
  • સામા પૂરે તરી પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતી કોમની યુવતીઓએ કામિયાબીની કથા લખી

પુષ્પા કોહલી પોલીસ અધિકારી બની, સુમન બોદાની સિવીલ જજ ર્અને કૃષ્ણાકુમારી સેનેટર બની

ઈસ્લામાબાદ તા.6
મોટેભાગે પાકિસ્તાનનાં ખાસ કરીને લઘુમતી સમુદાયમાં હિન્દુ યુવતીઓ ઉપેક્ષાનો શિકાર બનતી હોય છે. પરંતુ પુષ્પા કોહલી નામની મહિલાએ સફળતાનું એક અનોખુ ઉદાહરણ બની કોહલી સમુદાયમાંથી આવતી 29 વર્ષની પુષ્પાએ સિંઘમાં પ્રવિન્સલ કોમ્પ્ટીટીવ પરીક્ષા પાસ કરીને સિંઘમાં આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર બની છે તે પાકિસ્તાનમાં અનુસુચિત જાતિમાંથી આવે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં જ સુમન પવન બોદાનીએ પણ ઈતિહાસ રચ્યો હતો. તે પાકિસ્તોનની પ્રથમ હિન્દૂ મહિલા સિવીલ જજ બની છે. બોદાની સિંઘના શાહદાદકોટ વિસ્તારમાં રહે છે તો ગત વર્ષે કોહલી સમુદાયની અન્ય એક મહિલા કૃષ્ણાકુમારી પાકિસ્તાનની પ્રથમ સેનેટર બની હતી. પુષ્પાએ વર્ષ 2014 મા પાકિસ્તાનની ડાઉ યુનિ.ઓફ હેલ્થ સાયન્સીઝમાં ક્રિટીકલ કેર વિષયમાં ગ્રેજયુએશન કર્યુ હતું.
અખબારી ઈન્ટરવ્યુમાં પુષ્પાએ જણાવ્યું હતું કે ચિકિત્સાના વ્યવસાયમાં અનેક હિન્દૂ યુવતીઓ છે મે કંઈક અલગ કરવાનાં વિચારથી પોલીસમાં ભરતી થવાનો વિચાર કરેલો પુષ્પા અહીથી રોકાવા નથી માંગતી તે કહે છે કે હવે હું ક્રિમીનોલોજીમાં માસ્ટર ડીગ્રી કરવા ઈચ્છુ છું ખાસ કરીને ડેપ્યુટી સુપ્રિ. ઓફ પોલીસનાં પદ માટે વેકેન્સી ખુલશે તો તે પરીક્ષામાં હું આવીશ. પુષ્પાએ જણાવ્યું હતું કે પોલીસમાં સામેલ થવાના મારા ફેસલાથી અન્ય યુવતીઓ મહિલાઓને પ્રેરણા મળી શકે છે. તેઓ પણ વાયુસેના, થલસેના કે નૌસેનામાં સામેલ થઈ શકે છે.


Loading...
Advertisement