સૌરાષ્ટ્રમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી,રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળો પર ઍલર્ટ જાહેર કરાયું

06 September 2019 09:39 AM
Rajkot Gujarat Saurashtra
  • સૌરાષ્ટ્રમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી,રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળો પર ઍલર્ટ જાહેર કરાયું
  • સૌરાષ્ટ્રમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી,રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળો પર ઍલર્ટ જાહેર કરાયું
  • સૌરાષ્ટ્રમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી,રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળો પર ઍલર્ટ જાહેર કરાયું
  • સૌરાષ્ટ્રમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી,રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળો પર ઍલર્ટ જાહેર કરાયું
  • સૌરાષ્ટ્રમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી,રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળો પર ઍલર્ટ જાહેર કરાયું
  • સૌરાષ્ટ્રમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી,રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળો પર ઍલર્ટ જાહેર કરાયું

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળો પર ઍલર્ટ જાહેર કરાયું, આજી, ન્યારી, મચ્છુ સહિત 28 નદીઓ બે કાંઠે : તાલાલા પંથકને મેઘરાજાએ ધમરોળ્યુ: 6થી 10 ઈંચ ખાબકયો; ભાવનગર-અમરેલી જીલ્લા સિવાયના તમામ જીલ્લામાં સાર્વત્રિક 0.25 થી 4 ઈંચ વરસાદથી ધરતીપુત્રો ગેલમાં : સંચાણા ગામે વિજળી પડતા યુવકનું મોત: સણોસરામાં સ્કુલેથી પરત ફરતા ત્રણ પિતરાઈ ભાઈ બહેન નદીના પ્રવાહમાં તણાયા, એક બાળકીનું મોત: બે બાળકોનો બચાવ : સૌરાષ્ટ્ર-કચ્છને સતત ત્રણ દિવસથી ધમરોળતા મેઘરાજા: સવારથી ફરી મેઘાવી માહોલ

રાજકોટ તા.6
સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલતા સોમાસાના નવા રાઉન્ડમાં આજે સતત ત્રણ દિવસે મેઘમહેર ચાલુ રહેતા છ ઈંચ સુધી વરસાદ વરસવા સાથે કેટલાક ગ્રામ્ય પંથકમાં 10 ઈચ સુધી વરસાદ વરસી ગયાના વાવડ મળી રહ્યા છે તો હજુ આવતીકાલ સુધી ભારેથી અતિભારે અને અમુક સ્થળે અતિશય ભારે વરસાદ વરસી જવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.

ગયા સપ્તાહથી શરૂ યેલા ચોમાસાના નવા રાઉન્ડમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત સાર્વત્રિક વરસાદનો દૌર વરસી રહ્યો છે અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જીલ્લામાં સાર્વત્રિક ઝાપટાથી ભારે તો કેટલાક સ્થળે અતિશય ભારે વરસાદનો દૌર ચાલુ રહ્યો છે. જે હજુ આગામી બે દિવસ સુધી ચાલુ રહેવાની આગાહી હવામાન વિભાગના સુત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.

આ દરમિયાન ગઈકાલે પણ સવારથી જ મેઘરાજાએ અવિરત મેઘ વરસાવવાનું ચાલુ રાખતા રાત સુધી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘસવારી ચાલુ રહી હતી. તો રાત્રીના સમયે કેટલાક સ્થળે મેઘમહેર ચાલુ રહેતા આજે વહેલી સવારે પુરા થતા 24 કલાક દરમ્યાન સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ઝાપટાથી છ ઈચ સુધી તો કેટલાક ગામડામાં ખાસ કરીને ગીર પંથકમાં દસ ઈંચ સુધી વરસાદ વરસી ગયાના વાવડ મળી રહ્યા છે.

ગઈકાલે સાર્વત્રીક મેઘ મહેરને પગલે મોટાભાગના વિસ્તારમાં પાણી જ પાણી થઈ ગયુ હતું. સાથે જ સતત છ દિવસથી ચાલતી મેઘ મહેરને પગલે તમામ નદી નાળા વોંકળામાં ઘોડાપુર જોવા મળ્યા હતા તો નાના મોટા ચેકડેમો તળાવો કુવાઓ છલકાઈ ઉઠયા હતા. સાથે જ અનેક મોટા જળાશયો પણ છલકાવા સાથે તમામ જળાશયો પણ છલકાવા સાથે તમામ જળાશયોમાં વ્યાપક પ્રમાણમાં નવા નીર આવતા કુદરતે આ વર્ષનુ જળસંકટ દુર કરેલ છે જેથી ચાલૂ વરસે પાક પાણીનું ચીત્ર પલ્ટી જતા ધરતીપૂત્રો પણ ખુશખુશાલ થઈ ગયા છે.
દરમિયાન સાર્વત્રિક મેઘ મહેર વચ્ચે બીજા દિવસે પણ વિજ કહેર ચાલુ રહેતા જામનગર જીલ્લાના સચાણા ગામે વિજળી પડતા યુવકનું મોત થયુ હતું જયારે લાલપુર તાલુકાના બણાગામની નદીમાં એકાએક પુર આવતા શાળાએથી છુટી ઘરે પરત ફરતા વખતે પુલ પરથી પિતરાઈ ભાઈ બહેન એવા ત્રણ બાળકો તણાયા હતા જૈ પૈકી બે બાળકને બચાવી લેવાયા હતા પરંતુ એક બાળકીનો મૃતદેહ સાંપડયો હતો. જયારે ખાંભા તાલુકાના મુંજીયાસર ગામે એક કાચુ મકાન ભારે વરસાદથી ધરાશાયી થયુ હતું પરંતુ સદનસીબે જાનહાની થઈ હતી નહીં.

આગાહી
હાલમાં દક્ષિણ ગુજરાતથી કેરાળાના દરિયાઈ સપાટી વિસ્તાર ઓફ શોટ ટ્રફ સામે ઓરીસ્સાથી પૂર્વ બંગાળના ભાગમાં આવી સમુદ્રમાં લો પ્રેસર પણ સર્જાયુ છે. સાથે જ રાજસ્થાનથી દરિયાઈ વિસ્તારમાં ચોમાસુ પણ હાલ સક્રિય થઈ પસાર થઈ આજે સોમનાથ જુનાગઢ જીલ્લામાં અતિશય ભારે જયારે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં તમામ સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.

રાજકોટ
રાજકોટમાં ગઈકાલે સવારે ધૂપછાંવના મહોલ રહ્યા બાદ મોડી રાત સુધી અવિરત હળવા ભારે ઝાપટા સાથે બે ઈંચ વરસાદ વરસી ગયો હતો બાદમાં રાત્રે 10 વાગ્યાથી મેઘરાજાએ વિરામ લીધો હતો અને આજે સવારે ભારે અષાઢી ગહનઘન બાદ આ લખાઈ રહ્યું છે ત્યારે તડકો નીકળતા ધૂપછાંવનો માહોલ બની રહ્યો છે અને બપોર બાદ વરસાદ પડવાની સંભાવના જોવા મળે છે.

રાજકોટ જીલ્લો
રાજકોટ જીલ્લામાં પણ મેઘ મહેર યથાવત ચાલુ રહેતા ઝાપટાથી ચાર ઈચ સુધી વરસી ગયો હતો તેમાં લોધીકામાં ચાર ઈંચ, પડધરીમાં સાડા ત્રણ ઈંચ, કોટડાસાંગાણીમાં ત્રણ ઈચ ગોંડલમાં ત્રણ ઈચ, જેતપુરમાં સવા ઈંચ, જસદણ ધોરાજીમાં એક ઈચ, વિંછીયામાં પોણા ઈચ વરસાદ વરસી ગયો હતો તો જામકંડોરણામાં બે ઈચ પડયાના વાવડ મળ્યા છે. તો ઉપલેટામાં પણ બે ઈચ વરસાદ પડયો હતો.

ગોંડલ
ગોંડલ શહેર તાલુકામાં ભાદરવામાં પડે ત્યાં પોટલા કહેવતને સાર્થક કરતા મેઘરાજા મેઘાવી માહોલ વચ્ચે સાંજના સુમારે ધમાકેદાર વરસવાનું શરૂ કરતા એક કલાકમાં સરેરાશ ત્રણ ઈચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો હતો.

ઉપલેટા
આજે બપોરના 3થી 4 દરમ્યાન ધોધમાર વરસાદ પડેલ હતો જે 25મીમી વરસાદ નોંધાયેલ હતો મોસમનો કુલ વરસાદ 487 મીમી થયેલ છે. તાલુકાના વેણુ-2 ડેમની સપાટી 24.60 હતી જે વધીને 31.30 થયેલ છે. જયારે મોજ ડેમની 31.70 નોંધાયેલ છે આજે ધીમી આવક શરૂ છે. તાલુકાના ગામડામાં પણ 1 થી બે ઈચ વરસાદ પડેલ છે.

જસદણ
જસદણમાં ગુરૂવારે આખા દિવસ દરમિયાન સવા ઈચ વરસાદ નોંધાતા મૌસમનો કુલ મળી 14 ઈચ વરસાદ થયો છે. અન્ય જીલ્લા તાલુકાને બાદ કરતા જસદણ તાલુકો હજુ વરસાદમાં પાછળ રહેતા એક વર્ષ પીવાના પાણીની સમસ્યા હજુ ઉકેલાઈ નથી.

વિંછીયા
વિંછીયામાં બપોર બાદ મુશળધાર દોઢ ઈચ કરતા વધુ વરસાદ પડી જતા લોકોમાં આનંદ પ્રસરી ગયો છે. માત્ર અર્ધો કલાકમાં દે ધનાધન દોઢ ઈચ વરસાદ પડી જતા પાણી પાણી થઈ ગયુ હતું.

ભાવનગર
ભાવનગર જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ઘોઘા પંથકમાં પોણો ઈંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં છુટોછવાયો વરસાદ પડયો છે. ઘોઘામાં 19 મીમી અને ભાવનગરમાં 2 મીમી વરસાદ નોંધાયો છે.


Loading...
Advertisement