કપિલ શર્મા શોના કોમેડીયન કીકુ શારદા સહીત 6 સામે 50 લાખની છેતરપીંડીની ફરિયાદ

05 September 2019 02:48 PM
Entertainment
  • કપિલ શર્મા શોના કોમેડીયન કીકુ શારદા સહીત 6 સામે 50 લાખની છેતરપીંડીની ફરિયાદ

મારા પિતા ટ્રસ્ટના સચીવ છે, મારે આ કેસ સાથે કંઈ લેવાદેવા નથી : કીકુ

મુંબઈ તા.5
કપિલ શર્માનાં કોમેડી શોનાં મહત્વના કોમેડીયન પાત્ર બચ્ચા યાદવ ફેમ કીકુ શારદા સહીત 6 લોકો સામે મુંબઈમાં રૂા.50 લાખની છેતરપીંડી અંગે અંબોલી પોલીસ સ્ટેશનમાં આર્ટ ડીરેકટર નીતિન કુલકર્ણીએ એફઆઈઆર નોંધાવી છે. જયારે કીકુ શારદાનું કહેવુ છે કે આ કેસમાં મારે કંઈ લેવા-દેવા નથી.
મુંબઈ ફેસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટે રૂા.50.70 લાખ ન આપતાં નીતીન કુલકર્ણીએ આ કેસ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે મુંબઈ ફેસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ નાગરીકોનાં કલ્યાણની સાથે કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્થાપીત કરાયું છે. જે દર વર્ષે ખાસ આયોજન કરે છે ફરીયાદ કરનારનું કહેવુ છે કે ટ્રસ્ટે ગત વર્ષે મુંબઈમાં ફસ્ટ આયોજન કરવા સેટની ડીઝાઈન કરવાનું કામ સોંપાયુ હતું. કામ પુરૂ થયા બાદ તેમને રૂા.50.70 લાખનો ચેક અપાયો હતો જે બાઉન્સ થયો હતો.
જયારે સામે પક્ષે ટ્રસ્ટના વકીલ અનુપા પાંડેનું કહેવુ છે કે કીકુ શારદાના પિતા આ ટ્રસ્ટના સચીવ છે. કીકુ શારદાને આ કેસ સાથે કંઈ લેવા દેવા નથી તેમ છતા તેનું નામ કેસમાં દાખલ કરાયું છે. જયારે કીકુએ જણાવ્યું હતું કે હું ઈવેન્ટમાં અન્ય સેલીબ્રીટીઝની જેમ જ પહોંચ્યો હતો હું આ ટ્રસ્ટનો મેમ્બર નથી.


Loading...
Advertisement