સાવધાન, સુગર ફ્રી સોફટ ડ્રીંક સલામત નથી, વહેલુ મોત આવી શકે: સ્ટડી

05 September 2019 11:51 AM
Health
  • સાવધાન, સુગર ફ્રી સોફટ ડ્રીંક સલામત નથી, વહેલુ મોત આવી શકે: સ્ટડી

લંડન તા.5
જો આપ સુગર ફ્રી સોફટ ડ્રીંકને સુરક્ષીત સમજતા હો તો આપ ખોટા છે.એક અભ્યાસમાં એ વિગત બહાર આવી છે કે સુગર ફ્રી સોફટ ડ્રીંક સમય પહેલા મૃત્યુનુ કારણ બની શકે છે. આ અભ્યાસ જામા ઈન્ટર્નલ મેડીસીન નામની એક પત્રિકામાં પ્રકાશીત થયો છે.
10 યુરોપીય દેશોમાં લગભગ સાડા ચાર લાખ લોકોમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસોમાં જાણવા મળ્યુ હતું કે જે લોકો સુગર ફ્રી કે સુગર મેળવેલુ સોફટ ડ્રીંકમાં જ બે કે તેથી વધારે ગ્લાસ ઉપયોગ કરે છે.તેમની સમય પહેલા મોતની સંભાવના રહે છે.જે લોકો દર મહિને એક ગ્લાસથી ઓછુ સેવન કરે છે તેમના માટે આ ખતરો ઓછો છે.
આ સ્ટડીમાં એ વિગત પણ બહાર આવી છે કે સુગર ફ્રી સોફટ ડ્રીન્કસનાં સેવનથી હૃદય સંબંધીત અને સ્ટ્રોકથી માન થાય છે તો પાચન સંબંધીત રોગથી મોત થાય છે.
અલબત, સંશોધકો નીલ મર્ફીનું માનવુ છે કે અમે આ અભ્યાસથી જાણ્યુ કે સોફટ ડ્રીંકસનું ઓછુ સેવન કરનારાઓની તુલનામાં વધારે સેવન કરનારાઓમાં મોતનો ખતરો વધારે રહે છે.અલબત, એનો મતલબ એ પણ નથી કે માત્ર સોફટ ડ્રીંક જ મોતનું કારણ હોય છે, બીજા કારણો પણ હોઈ શકે છે.


Loading...
Advertisement