ધનિક દેશોમાં બીમારીનું મુખ્ય કારણ કેન્સર: હાર્ટ-બીમારી પાછળ રહી ગઈ

04 September 2019 06:52 PM
Health
  • ધનિક દેશોમાં બીમારીનું મુખ્ય કારણ કેન્સર: હાર્ટ-બીમારી પાછળ રહી ગઈ

વિશ્ર્વસ્તરે હજુ પણ હાર્ટના રોગોથી વધુ મૃત્યુ

પેરીસ તા.4
ધનિક દેશોમાં હવે હાર્ટની બીમારીને પાછળ રાખી કેન્સર મૃત્યુનું મોટુ કારણ બન્યું છે.
એક દસકા સુધી કરવામાં આવેલા એ સીમાચિહનરૂપ સર્વેમાં આ વાત સામે આવી છે. અલબત, વિશ્ર્વસ્તરે મધ્યમ વયના આબેડ લોકોમાં હાર્ટની બીમારીથી 40% મૃત્યુ થાય છે, અને એ એક મોટું કારણ છે. 2017માં આ કારણે દુનિયામાં 1.77 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. ધનિક દેશોમાં હવે હાર્ટની બીમારી કરતાં કેન્સરથી વધુ લોકો મૃત્યુ પામે છે.
કલેબેકમાં લાવાસ યુનિવર્સિટીના એમેરિટસ પ્રોફેસર ગીલેસ ડેગાનેસએ જણાવ્યું હતું કે વિશ્ર્વમાં બિનચેપી બીમારીઓની જુદી જુદી શ્રેણીઓમાં એપીડેમીઓલોજીક સંક્રમણ જોવા મળી રહ્યું છે. હાઈ ઈન્કમ દેશોમાં હવે કાર્ડિયોવાસ્કયુલર બીમારી મૃત્યુનું પ્રમુખ કારણ રહ્યું નથી. પરંતુ સમગ્ર વિશ્ર્વમાં 26% મૃત્યુ સાથે કેન્સર મૃત્યુનું બીજુ મોટું કારણ છે.
તેમના મતે હાર્ટની બીમારીનો દર વિશ્ર્વમાં ઘટી રહ્યો હોવાથી થોડા દસકામાં વિશ્ર્વમાં કેન્સર મૃત્યુનું મોટુ પ્રમુખ કારણ બની જશે.
કેનેડાના સંશોધકોના બીજા અભ્યાસમાં 21 દેશોના ડેટાનો ધ્યાનમાં લેવાયા હતા. એમાં હાર્ટની બીમારીના 70% કેસોમાં મોડીફાયેબલ રિસ્ક ફેકટર્સ જવાબદાર હતા. આવા પરિબળોમાં ડાયેટ આસર, વિહેબરલ અને સ્થાનિક આર્થિક પરિબળો સામેલ હતા. હાઈ કોલેસ્ટરસ, મેદસ્વીતા અથવા ડાયાબીટીસ જેવા મેટાબોલિક જોખમી પરિબળો 40% હાર્ટ બીમારી માટે કારણભૂત હતા.


Loading...
Advertisement