અભદ્ર ટિપ્પણીને સાંસદે લાઈક કરતા સ્વરા ભાસ્કર વિફરી

04 September 2019 06:51 PM
Entertainment
  • અભદ્ર ટિપ્પણીને સાંસદે લાઈક કરતા સ્વરા ભાસ્કર વિફરી

અન્ય યુઝર્સ સ્વરા માટે અભદ્ર ટીપ્પણી કરેલી

મુંબઈ તા.4
પોતાની બેબાકી માટે જાણીતી બોલીવુડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતાના માટે કોઈ સોશ્યલ મીડીયા યુઝર્સે અભદ્ર ટીપ્પણી કરતા અને તેને ભાજપના સાંસદ લલ્લુસિંહે લાઈક કરતા સ્વરા ભાસ્કરે સાંસદનો કલાસ લઈ લેતા સાંસદે માફી માંગવી પડી હતી.
આ અંગેની વિગત એવી છે કે સ્વરા ભાસ્કરે સોશ્યલ મીડીયા પર પોતાની એક તસ્વીર પોસ્ટ કરી હતી અને તેને કેપ્શન આપેલું- ‘કહી દૂર જબ દિન ઢલ જાયે...’ સ્વરાની આ પોસ્ટ પર એક સોશ્યલ મીડીયા યુઝર્સે અભદ્ર ટિપ્પણી કરી હતી, જયારે જયારે આ ટીપ્પણીને ફૈઝાબાદના ભાજપના સાંસદ લલ્લુસિંહે લાઈક કરી હતી. જેની સામે સ્વરા ભાસ્કરે તીખી પ્રતિક્રિયા આપી હતી. આવી અભદ્ર કોમેન્ટને લાઈન કરવા બદલ સ્વરાએ નારાજગી દર્શાવતા સાંસદે માફી માંગી હતી.


Loading...
Advertisement