સરખી યોગ્યતા છતાં ભારતમાં પુરુષો કરતાં મહિલાઓમાં બેકારીનો દર બમણો

31 August 2019 07:39 PM
India Woman
  • સરખી યોગ્યતા છતાં ભારતમાં પુરુષો કરતાં મહિલાઓમાં બેકારીનો દર બમણો

હાર્વર્ડના બે વિદ્યાર્થીના અભ્યાસનો નીચોડ

નવી દિલ્હી તા.31
ભારતમાં સરખી યોગ્યતા છતાં પુરુષો કરતાં મહિલાઓમાં બેરોજગારીનો દર બમણાથી પણ વધુ છે.
હાર્વર્ડના બે વિદ્યાર્થીઓ રાચેલ લેનવેન્સન અને લયલા ચોંકાનેના એક તાજા અભ્યાસમાં જણાવાયું છે કે 8.7% શહેરી શિક્ષિત મહિલાઓ બેકાર છે, જયારે તેની સામે માત્ર 4% પુરુષો નોકરી વગરના છે.
અભ્યાસમાં કહેવાયું છે કે નોકરી શોધવાની ક્ષમતા અને મહિલાના નિર્ણયને પ્રભાવિત કરનારા ઘણાં પરિબળો છે, પણ બેરોજગારીના દરમાં અંતર બતાવે છે કે ઉચ્ચ શિક્ષિત મહિલાઓને નોકરી મેળવવામાં પુરુષોની સરખામણીએ વધારાની અડચણોનો સામનો કરવો પડે છે. સંશોધકોએ ભારતની હાયરીંગ ફર્મ ‘શોર્ટલિસ્ટ’માં સમાવિષ્ટ 200 નોકરીઓના આધારે આ અભ્યાસ કર્યો હતો.


Loading...
Advertisement