ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ CM રૂપાણીના રાજકોટમાંથી કલેક્ટર-મ્યુ.કમિશનર સહીત 79 IAS અધિકારીઓની બદલી

30 August 2019 12:59 PM
Ahmedabad Government Gujarat Politics Saurashtra
  • ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ CM રૂપાણીના રાજકોટમાંથી કલેક્ટર-મ્યુ.કમિશનર સહીત 79 IAS અધિકારીઓની બદલી

લોકસભા ચૂંટણી બાદ ફીલ્ડ અને સચીવાલયમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીનો પ્રથમ મોટો રાઉન્ડ : રાજય સરકારે સનદી સેવામાં પ્રથમ મોટી કવાયત કરી: અનેક જીલ્લા કલેકટરો, મ્યુ.કમિશ્ર્નરોને બદલાયા: ગાંધીનગરમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી જવાબદારી : કમિશ્ર્નર પાની સુરત મુકાયા: કલેકટર ગુપ્તા ઉદ્યોગ કમીશ્નર: ભાવિન પંડયા જીએસટીમાં: જાડેજા દ્વારકાના ડીડીઓ : રાજકોટથી પીજીવીસીએલના એમ.ડી. ભાવિન પંડયા તથા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્ર્નર જાડેજાની પણ બદલી : રાજકોટના નવા કલેકટર તરીકે કચ્છથી રમ્યા મોહન: મ્યુનીસીપલ કમિશ્ર્નર તરીકે ઉદીત અગ્રવાલ: પીજીવીસીએલના એમડી તરીકે શ્ર્વેતા ટેઓટીયા

રાજકોટ તા.30
ગુજરાતમાં લોકસભા ચૂંટણી બાદના વહીવટીતંત્રના સૌથી મોટા ફેરફારમાં આજે રાજય સરકારે ફીલ્ડમાં ફરજ બજાવતા તથા ગાંધીનગર સચીવાલયમાં મહત્વના પદો પર કામગીરી કરી રહેલા 79 આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં રાજકોટના જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તાની બદલી કરીને તેમના સ્થાને નવા જીલ્લા કલેકટર તરીકે રમ્યા મોહન ને નિયુક્ત કરાયા છે. જયારે રાજકોટ મ્યુ. કમિશ્ર્નર બંછાનીધી પાનીની સુરતના મ્યુ.કમિશ્ર્નર તરીકે બદલી કરાઈ છે અને તેના સ્થાને હાલ પંચમહાલમાં જીલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી રહેલા ઉદીત અગ્રવાલને નિયુક્ત કરાયા છે. રાજય સરકારે આજે કરેલા આદેશમાં સચીવાલયમાં પણ અનેક મહત્વના ફેરફારો કરાયા હતા. હાલમાં જ રાજકોટમાં રોગચાળાના પગલે દોડી આવેલા રાજયના આરોગ્ય તબીબી સેવાઓ તથા તબીબી શિક્ષણ વિભાગના કમિશ્ર્નર ડો. જયંતિ એસ.રવિને આરોગ્ય અને પર્યાવરણ કલ્યાણ વિભાગમાં મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરીને તેમને આ વિભાગનો પૂર્ણ ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. આ જ રીતે ટુરીઝમ વિભાગમાં ફરજ બજાવી રહેલા અને ઉદ્યોગ તથા ખાણ વિભાગ અને દેવસ્થાન મેનેજમેન્ટમાં પણ મુખ્ય સચીવ તરીકે કામ કરી રહેલા સીનીયર આઈએએસ અધિકારી એસ.જે.હૈદરને ગાંધીનગરમાં જ ગ્રામીણ વિકાસ વિભાગના કમિશ્ર્નર તથા પંચાયત ગ્રામીણ હાઉસીંગ અને ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિયુક્તી કરાઈ છે. ગાંધીનગરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ફરજ બજાવતા ધનંજય દ્વિવેદીને નર્મદા જળસ્ત્રોત, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગમાં સચીવ તરીકે નિયુક્ત કરાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાત ભાજપ તથા સરકારના મેન્ટર જેવી કામગીરી બજાવી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગાંધીનગરમાં હતા અને ત્યારબાદ આ બદલીના આદેશ આવ્યા છે. બીજી તરફ હવે વધુ એક રાઉન્ડમાં આઈપીએસ અધિકારીઓની બદલી થશે તેવા સંકેત છે. આગામી વર્ષે રાજયમાં મહાપાલિકા અને પંચાયત ચૂંટણીઓ યોજાઈ રહી છે તે પુર્વે રાજય સરકારે આ બદલીઓ સાથે વહીવટીતંત્રને વધુ સચેત બનાવવા કવાયત કરી હોય તેવુ માનવામાં આવે છે.

રાજયના નવા ચૂંટણી કમિશ્ર્નર તરીકે સંજય પ્રસાદ
ગુજરાત સરકારે આજે આઈએએસ અધિકારીઓની બદલીના મોટા રાઉન્ડ વચ્ચે હાલમાં કૃષિ અને ખેડુત કલ્યાણ તથા સહકાર વિભાગમાં એડીશ્નલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા સીનીયર અધિકારી સંજય પ્રસાદને રાજયના નવા ચૂંટણી કમિશ્ર્નર તરીકે બે વર્ષ માટે નિયુક્તિ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે પંચાયત અને કોર્પો.ની ચૂંટણી આવી રહી છે તે સમયે આ નિયુક્તિ સૂચક છે.

કોની ક્યાંથી ક્યાં બદલી
સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારાસનની બદલી. GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકાયા.
- ગોધરાના કલેક્ટર ઉદિત અગ્રવાલની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી.
- રાહત કમિશનર મનોજ કોઠારીની મધ્ય ગુજરાત વીજ કંપની લી.નાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક.
- મોરબી કલેક્ટર આર.જે. માકડિયાની બદલી. રેવન્યૂ ઇન્સ્પેકશન કમિશનર તરીકે મૂકાયા.
- રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાની બદલી, રેમ્યા મોહન બન્યાં રાજકોટનાં નવા કલેક્ટર.
- આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં મૂકાયા.
- સંગીતા સિંઘ (અધિક મુખ્ય સચિવ), સામાન્ય વહીવટ વિભાગમાંથી બદલી કરીને ગૃહ વિભાગમાં મૂકાયાં.
- અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર (આરોગ્ય અને પરિવાર કલ્યાણ)ની બદલી. ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં મૂકાયા.
- પોરબંદર કલેક્ટર એમ.એ. પંડ્યાની ગાંધીનગર ખાતે મીડ-ડે મીલ કમિશનર તરીકે બદલી.
- તાપી-વ્યારાના કલેક્ટર આર.એસ. નિનામાની બદલી ડેવલેપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે બદલી.
- ઠાસરાના આસિસ્ટન્ટ કલેક્ટર અર્પિત સાગરની વલસાડના ડીડીઓ તરીકે નિમણૂંક.
- અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનાં ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરની બદલી. ગુજરાત અર્બન ડેવલેપમેન્ટ મિશનમાં એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે મૂકાયા.
- મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ મંજુની બદલી. વાહનવ્યવહાર કમિશનર તરીકે મૂકાયા.
- ધોલેરા સર પ્રોજેક્ટનાં સીઇઓ જય પ્રકાશ શિવહરેની બદલી. આરોગ્ય વિભાગના કમિશનર તરીકે મૂકાયા.
- જમીન સુધારણા કમિશનર હારિત શુક્લાની સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ તરીકે બદલી.
- સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં સચિવ ધનંજય દ્વિવેદીની બદલી. નર્મદા, જળસંપતિ અને કલ્પસર વિભાગના સચિવ તરીકે મૂકાયા.
- GADના સંગીતા સિંઘને હોમ ડિપાર્ટમેન્ટમા મૂકાયા, જે.પી. ગુપ્તાને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે નિમણૂક અપાઇ, પૂનમચંદ પરમારને એગ્રીકલ્ચર, ફાર્મર ડિપાર્ટમેન્ટના ACS તરીકે નિમણૂક અપાઇ- પુનમચંદ પરમાર, એડી. ચીફ સેક્રેટરી (હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર)ને એગ્રીકલ્ચર, ફાર્મર્સ વેલ્ફેર એન્ડ કોર્પોરેશન વિભાગમાં સંજય પ્રસાદના સ્થાને મુકાયા છે.
- ઉર્જા વિકાસ નિગમ, વડોદરાના એમડી પંકજ જોશીને એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે


Loading...
Advertisement