તેલંગણા એક્સપ્રેસના AC કૉચમાં આગ લાગતા પેન્ટ્રી સહિત બે કૉચ બળીને ખાખ

29 August 2019 08:09 PM
India Video

હૈદરાબાદથી દિલ્હી આવનારી તેલંગણા એક્સપ્રેસ 12723માં આજે સવારે આગ લાગી હતી. આગ ટ્રેનના એસી કોચમાં લાગી હતી. આગની લપેટમાં પેન્ટ્રી સહિત બે કોચ બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગતા યાત્રિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની છ ગાડીઓએ લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. દુર્ઘટના ફરીદાબાદના અસાવટી અને વલ્લભગઢ સ્ટેશન વચ્ચે બની હતી.


Loading...
Advertisement