રાજકોટમાં મંત્રીને કુલરની ઠંડી હવા, વિદ્યાર્થીઓના પંખા બંધ

29 August 2019 08:06 PM
Rajkot Video

આજે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ લોન્ચ કરી ભારતભરમાં વીડિયો કોન્ફરન્સ મારફત ભાષણ કર્યું હતું. જેમાં રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં સ્પોર્ટર્સ ડેની ઉજવણી કરવામા આવી હતી. જેમાં રમત ગમત મંત્રી ઈશ્વર પટેલ હાજર રહ્યાં હતા. પરંતુ આ પ્રસંગે અલગ જ દ્રશ્યો કેમેરેામાં કેદ થયા હતા. જેમાં ખુદ મંત્રી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્ટેજ પર મોંઘાદાટ કુલરની ઠંડી હવા લેતા લેતા મોદીને સાંભળ્યા હતા તો બીજી તરફ પરાણે બોલાવેલા વિદ્યાર્થીઓના નસીબમાં પંખાની હવા પણ નહોતી મળી. જેને લઇ વિદ્યાર્થીઓપોતાના હાથમાં કાગળ અને પુ્ઠા હતા તેનાથી હવા ખાતા નજરે પડ્યા હતા.


Loading...
Advertisement