રાજકોટમાં સેન્સર આધારિત "ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ" સિસ્ટમ મુકવામાં આવશે

29 August 2019 08:05 PM
Rajkot Video

રાજકોટમાં ટ્રાફિક જંકશન પર ટ્રાફિક સિગ્નલ હવે ઓટોમેટિક બનવા જઇ રહ્યા છે .ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મનપા તંત્ર વધુ એક હાઈટેક પદ્ધતિ અપનાવી રહી છે વાહનોની કતારો પ્રમાણે ટ્રાફિક સિગ્નલ ઓટોમેટીક સિગ્નલ ખુલી જાય અને પછી ઓટોમેટિક બંધ થઈ જાય તેવી સેન્સર આધારિત "ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ" સિસ્ટમ મુકવામાં આવશે આ સિસ્ટમ પ્રાયોગિક ધોરણે શહેરના ઇન્દિરા સર્કલ , બિગ બજાર અને રૈયા ટેલિફોન એક્સચેન્જ ખાતે સેન્સર મુકવામાં આવશે ત્યારે બાદ શહેરમાં 30 જેટલા સેન્સર ટ્રાફિક સિગ્નલ મુકવામા આવશે હાલ ની પરિસ્થિતિમાં ચાર રસ્તા પર એક રસ્તા પર વાહનો ની લાંબી કતારો જોવા મળશે છે અન્ય એક રસ્તા પર ખૂબ ઓછા વાહનો જોવા મળે છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં ટ્રાફિક જામ સમસ્યા ન સર્જાઈ તે હેતુ થી મનપા ધ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવશે


Loading...
Advertisement