કોંગો ફિવર: સુરેન્દ્રનગરમાં વધુ એક મહિલાનું મોત, અન્ય એકનો રિપોર્ટ પોઝિટિવ

28 August 2019 10:17 AM
Surendaranagar Gujarat Saurashtra
  • કોંગો ફિવર: સુરેન્દ્રનગરમાં વધુ એક મહિલાનું મોત, અન્ય એકનો રિપોર્ટ પોઝિટિવ

લીંબડીના એક જ ગામમાં કોંગો ફિવરના 3 કેસ નોંધાયા,બે મહિલાના મોત અને ત્રીજી અમદાવાદ સારવાર હેઠળ : અભ્યાસમાં અમરેલી જીલ્લો પ્રાણીમાંથી માણસમાં બગાઈ દ્વારા ફેલાતી બીમારીનો વધુ ભોગ બને તેવી શકયતા દર્શાવાઈ : સુરેન્દ્રનગરના ઝામડી ગામમાં ઉતરી પડતી ડોકટરોની ટીમ: સી.યુ.શાહ કોલેજનો સ્ટાફ પણ નિરીક્ષણ હેઠળ

અમદાવાદ તા.28
2011 થી ગુજરાતમાં પ્રાણીઓમાંથી માણસમાં દાખલ થઈ રહેલી બીમારી ધ્યાન બહાર ચાલી જશે તો એ રાજયમાં મોટી આરોગ્ય ખુવારી સર્જવાની શકયતા ધરાવે છે. રાજયમાં હાયાલોમાં ટિક કરડવાથી કીમીયન કોંગો ટેમરેજીક ફીવર (સીબીએચએફ) વાયરસ ફેલાય છે.

રાજયના આરોગ્ય વિભાગ અને નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હાઈરોલોજીના અભ્યાસ મુજબ રાજયના 33માંથી 11 જિલ્લાના લોકોને કોંગો ફીવર થઈ શકે છે.
2015થી 2017 દરમ્યાન કરવામાં આવેલા અભ્યાસમાં 4978 લોકોને આવરી લેવામાં આવ્યા હતા. લોકોના શરીરના તમામ પ્રવાહીમાં મોજૂદ ઈમ્યુનોગ્લોબુલીન જી ની હાજરી જાણવા બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ એન્ટીબોડી બેકટેરિયલ અને વાઈરલ ઈન્ફેકશન સામે રક્ષણ આપે છે.

અભ્યાસમાં જણાયું હતું કે અમરેલી જીલ્લો આ બીમારીનો સહેલાયથી ભોગ બની શકે છે. કોંગો તાવના 11 દર્દીઓના 196 સીરમ સેમ્પલમાં સીસીએચએફ વાઈરસ જણાયા હતા. તેવીજ રીતે અરાવલ્લી જીલ્લાના 86માંથી 3 લોહીના નમુના પોઝીટીવ નીકળ્યા હતા. રાજકોટ અને કચ્છ જીલ્લામાં બે બ્લડ સેમ્પલ પોઝીટીવ નીકળ્યા હતા. દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, મોરબી, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગર એમ અન્ય છ જીલ્લાઓમાં એક વ્યક્તિ આઈજીજી-સીસીએચએફ વાઈરસ માટે પોઝીટીવ નીકળ્યા હતા.
સિરોલોજીકલ અભ્યાસમાં ઢોરમાં સીસીએચએફની હાજરીનો અંદાજ મેળવવાની તાકીદની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. સીસીએચએફ હાઈરિસ્ક વિસ્તારો અલગ તારવવા સીસીએચએફવીને હાજરી માટે પણ પરીક્ષણ કરવા જણાવાયું હતું.

અભ્યાસમાં જણાયુ હતું કે સીસીએચએફ દર્દીના સંસર્ગ અથવા પડોસમાં રહેતા લોકોને સીરોપોઝીટીવીટીનું જોખમ સાત ગણું છે.
દરમિયાન, ગુજરાતમાં ક્રિમીઅન કોંગો હેમરેજીક ફીવર (સીસીએચએફ)ના 3 કેસને ક્ધફર્મ થયા છે, અને એમાંથી બેનાં મોત થતાં રાજય વહીવટીતંત્રે આરોગ્ય ટીમોને એલર્ટ પર મુકી છે. હાલમાં 21 કેસોની તપાસ થઈ રહી છે.

બગાઈની ફેલાતી આ બીમારી સુરેન્દ્રનગર અને અમદાવાદમાં નોંધાઈ છે. સતાવાળાઓએ ત્રણ દિવસથી દર્દીઓના ઘરની આસપાસના 100 પરિવારોનું નિરીક્ષણ કર્યુ હતું. સુરેન્દ્રનગરના સતાવાળાઓને મૃત્યુ પામેલા લીલુ સિંધવ સીસીએચએફ પોઝીટીવ હોવાનું જાહેર કર્યું છે. અમદાવાદની સિવિલમાં સારવાર લઈ રહેલી કુંવર નામની મહિલા પણ સીસીએચએફ પોઝીટીવ જાહેર થઈ છે.

સુરેન્દ્રનગરના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. સી.કે.પરમારે જણાવ્યું છે કે આરોગ્ય અને પશુપાલન વિભાગોની ટીમોએ ઝામડી ગામ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
સિંધવની સારવાર કરનારી સી.યુ.મેડીકલ કોલેજના સ્ટાફને પણ સર્વેલન્સ હેઠળ મુકવામાં આવ્યો છે.


Loading...
Advertisement