તહેવારો પછી મેઘસવારી: આવતા સપ્તાહમાં વરસાદનો નવો રાઉન્ડ

23 August 2019 02:57 PM
Rajkot Gujarat Saurashtra
  • તહેવારો પછી મેઘસવારી: આવતા સપ્તાહમાં વરસાદનો નવો રાઉન્ડ

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની 26 ઓગષ્ટથી 1 સપ્ટેમ્બર સુધીની આગાહી: સૌરાષ્ટ્રમાં સવાથી અઢી ઈંચ અને કયાંક સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ શકય

રાજકોટ તા.23
જન્માષ્ટમીના તહેવારોની ઉમળકાભેર ઉજવણીમાં લોકો ગળાડુબ છે પરંતુ તહેવારો પુર્ણ થયા બાદ આવતા સપ્તાહમાં ફરી મેઘસવારી શરુ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે ઉતરપ્રદેશ, બિહાર તથા પુર્વ મધ્યપ્રદેશ આસપાસ 3.1 કીમીના લેવલે લો-પ્રેસર હતું તે હવે ઉતરપુર્વીય મધ્યપ્રદેશ પર માત્ર 1.50 કીમીના લેવલે અપર એર સાકયલોનીક સરકલેશન 1.50 થી 4.50 કી.મી.ના લેવલે ઉતર પશ્ર્ચિમી બંગાળની ખાડીમાં પશ્ર્ચીમ બંગાળ- ઓરીસ્સાના દરિયાકાંઠા પર છે જેની અસર હેઠળ આવતા 36 કલાકમાં ઓરિસ્સા આસપાસ નવુ લો-પ્રેસર સર્જાવાની સંભાવના છે. બીજું એક અપર એર સાયકલોનીક સરકયુલેશન 3.1 થી 5.8 કી.મી.ના લેવલે પુર્વ વિદર્ભ આસપાસ છે. આ સિવાય ઉતર પુર્વ અરબી સમુદ્ર તથા તેને લાગુ સૌરાષ્ટ્ર પર 3.1 થી 4.5 કીમીની ઉંચાઈએ બ્હોળુ સરકયુલેશન ફેલાયેલુ છે.
ચોમાસુ ધરીનો પશ્ર્ચીમ છેડો હિમાલયની તળેટીમાં છે જે આવતં દિવસોમાં ફરી નોર્મલ સપાટીએ આવી જશે. જયારે પુર્વ છેડો બરેલી, પટના, બંકુરા, ડીધા થઈને મધ્યપુર્વ પશ્ર્ચિમ બંગાળની ખાડી તરફ લંબાય છે.
તેઓએ કહ્યું કે આગામી 26-27 ઓગષ્ટ આસપાસ મધ્યપ્રદેશથી ગુજરાત સુધી 3.1 કીમીના લેવલે બ્હોળુ સરકયુલેશન સર્જાવાની શકયતા છે અને તેના પ્રભાવ હેઠળ આવતા અઠવાડિયામાં બે તબકકે મેઘસવારીની સંભાવના છે.
26 ઓગષ્ટથી 1 સપ્યેમ્બર સુધીની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે આ સમયગાળામાં બે તબકકે અલગ-અલગ વિસ્તારોમાં અને અમુક-અમુક દિવસે વરસાદ વરસશે.
મધ્ય-પુર્વ ગુજરાતના વિસ્તારોમાં 50થી75 મીમી (બે થી ત્રણ ઈંચ) વરસાદ થશે. ભારે વરસાદવાળા સેન્ટરોમાં 125 મીમી (પાંચ ઈંચ)થી વધુ વરસાદ થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતમાં 50થી75 મીમી સુધી વરસાદ શકય છે. કયાંક-કયાંક 100 મીમી (ચાર ઈંચ) વરસાદની શકયતા છે.
ઉતર ગુજરાતમાં વરસાદની માત્રામાં તફાવત રહેશે. મધ્ય-પુર્વ ગુજરાતને લાગુ વિસ્તારોમાં વધુ અને પશ્ર્ચિમ તરફના ભાગોમાં ઓછો વરસાદ થશે. 25થી75 મીમી (એકથીત્રણ ઈંચ) વરસાદની સંભાવના છે. ભારે વરસાદના સેન્ટરોમાં 125 મીમી સુધી વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રમાં 30થી60 મીમી (સવાથી અઢી ઈંચ) વરસાદની સંભાવના છે. ભારે વરસાદના સેન્ટરોમાં 85 મીમી (30 ઈંચ) સુધી વરસાદ શકય છે.
ગુજરાતમાં પુર્વ ભાગોમાંથી મેઘસવારી શરુ થશે અને ત્યારબાદ અન્ય વિસ્તારોમાં છવાશે.


Loading...
Advertisement