માંગરોળમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પુરજોશમાં: 100થી વધારે મટકીફોડના આયોજનો

20 August 2019 06:20 PM
Junagadh
  • માંગરોળમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પુરજોશમાં: 100થી વધારે મટકીફોડના આયોજનો

(વિનુભાઈ મેસવાણીયા)
માંગરોળ તા.20
સમસ્ત સનાતન ધર્મપ્રેમી જનતા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા માટે થનગની રહી છે જેની તૈયારી તાલુ થઈ ગઈ છે.
ગુજરાત રાજય જુનાગઢ જિલ્લાના માંગરોળ સીટીમાં મોટી સેવાના હેતુસર આ ઉત્સવ છેલ્લા 44 વર્ષથી ઉજવાય છે. ગાયમાતાના ચારાના લાભાર્થી શોભાયાત્રા સાથે મટકીફોડનું આયોજન કરાય છે. ચારેય જાપાને આવરી લઈ ગલી ગલીમાં 100 ઉપર મટકી બાંધવામાં આવે છે. પૂર્ણ ચોખ્ખાઈ સાથે ભવ્ય શણગાર કરી ફરાળ સરબત પીણા સાથે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે.
નંદઘેર આનંદ ભયો જય રણછોડ માખણચોર ભવ્યનારા સાથે ઢોલ શરણાભાઈ ડીજેના તાલ સાથે સવારે 8-30 વાગે ગાય ચોગાનમાં શોભાયાત્રા શરૂ થાય છે આખા ગામમાં મટકીફોડી સાંજે લીમડા ચોકમાં જનતાના આભાર સાથે ઉત્સવ સમાપ્ત થાય છે.
ખાસ હેતુ એ છે કે મટકીફોડમાં જે ગાય ચારા માટે જે કાંઈ ભેટ મળે છે તે રકમમાંથી ખર્ચ બાદ કરતા બાકીની આશરે વીસેક હજારની આસપાસની રકમ તમામ ભેટ ગાય ચારામાં વપરાય છે તેથી વધારેમાં વધારે ભેટ અર્પણ કરવા અપીલ કરવામાં આવે છે. દરેક મંડળોને ગ્રુપો તેમજ જનતાને ખાસ સૂચન કરવામાં આવે છે કે આપને મટકી બાંધવા માટે આપનું નામ મુકુંદભાઈ મો.નં. 9925007603 ઉપર વહેલી તકે નોંધાવી આપે સમિતિએ મટકીના કરેલા નિયમ મુજબ જ મટકી બાંધવાની રહેશે. નિયમ બહાર બાંધી જો કોઈ અજુગતો બનાવ બનશે તો બાંધનારની જવાબદારી ગણાશે. તો આવો ગૌચારાના લાભાર્થે ઉજવાતો મટકીફોડ ઉત્સવમાં ઉદાર દિલે ભેટ આપવા વિનંતી સંપૂર્ણ સેવા સંગઠન સાથે નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નારા સાથે લાલાનો 5245મો હેપ્પી બર્થ ડષ ઉજવવા અનેરો થનગનાટ છે.


Loading...
Advertisement