મોરબી પાલિકાને જાહેરહિતની નોટીસ ફટકારતું આપ

20 August 2019 06:03 PM
Morbi
  • મોરબી પાલિકાને જાહેરહિતની નોટીસ ફટકારતું આપ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20
મોરબી પાલિકા એ ગ્રેડની પાલીકા હોવા છતા પાયાની સુવિધા માટે પણ લોકો વલખાં મારી રહ્યા છે..! તુટેલા રોડ-રસ્તા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો અભાવ, રખડતા ઢોર, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ સહિતની બાબતે પાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી થતી ન તેવું લાગી રહ્યુ હોય લોકો ત્રાસી ઉઠયા છે.આથી લોકોને થઈ રહેલી માનસિક,શારીરિક અને આર્થિક ખુંવારી બાબતે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા જાહેર હિતની નોટીસ કલમ 133 હેઠળ પાલિકાને ફટકારેલ છે.આ તકે આપના પદાધિકારીઓ મોરબીના ચીફ ઓફિસર સાગર રાડીયાને મળ્યા હતા અને કલમ 133 મુજબની નોટીસ પાઠવીને જાહેર હિતની નોટિસ પાલિકાને આપી હોવાનું અને લોકહિતમાં સત્વરે પગલાં ભરવાની માંગ કરી હોવાનું
આમ આદમી પાર્ટીના પરેશભાઈ પારીયાએ માહિતી આપતા જણાવેલ છે.તસ્વીરમાં મોરબીની નરકાગાર હાલત મુદ્દે રજૂઆત કરી રહેલા આપના આગેવાનો નજરે પડે છે.


Loading...
Advertisement