રસનાળ ગામે ભારે વરસાદમાં પાકી કેનાલ તુટી: માટીનો રોડ ધોવાયો

20 August 2019 06:02 PM
Morbi

(હર્ષદરાય કંસારા) ટંકારા તા.20
ટંકારા તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદ પડેલ. બંગાવડી ડેમ ઓવરફલો થયેલ. ડેમ ઉપરથી પાંચ ફુટ ઉપર થઈ પાણી વહેલ હતા અને ધાવાતા થયેલ.
ભારે વરસાદના કારણે બંગાવડી ડેમના કમાન્ડ એરીયામાં આવતી રસનાળ ગામની પાકી કેનાલો તુટી ગયેલ છે. સર્વીસ રોડ તથા માટીના રોડ ધોવાઈ ગયેલ છે. પરીણામે ખેડુતોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. રસ્તાઓ તથા કેનાલોમાં મોટા ગાબડાઓ પડેલ છે.
રસનાળના સરપંચ વી.એન. જીવાણી, નિતુભા જાડેજા, કિશોરસિંહ જાડેજા, મુકેશભાઈ જીવાણી વિગેરે દ્વારા સત્તાવાળાઓને રજુઆત કરી, રીપેરીંગ કરવા માંગણી કરેલ છે.


Loading...
Advertisement