એન્જીનિયર વેલ્યુઅર સામે ચેકરીર્ટનની કોર્ટમાં ફરિયાદ

20 August 2019 06:01 PM
Rajkot
  • એન્જીનિયર વેલ્યુઅર સામે ચેકરીર્ટનની કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.20
એનજીનિયર વેલ્યુર સામે કોર્ટમાં ચેક રીર્ટનની ફરિયાદ દાખલ આરોપી સામે સમન્સ કાઢવા હુકમ કર્યો છે. કેસની હકિકત એવી છે કે ફરિયાદી શૈલેષભાઇ નારણદાસ આડતીયા 150 ફૂટ રીંગ રોડ, મોદી સકૂલની સામેની શેરી, ઉત્સવ એપાર્ટમેન્ટ, ફલેટ નં.309, ત્રીજો માળ રાજકોટમાં રહીએ છીએ અને વેપાર કરીએ છે આરોપી બાબુલાલ અંબાલાલ ઉધરેજા વેલ્યુર એન્જીનિયરનું કામકાજ કરો છો. અને એકબીજાનું મળવાનું થતું હોવાથી એકબીજાને સારી રીતે ઓળખીયે છીએ. ફરિયાદી સાથે મિત્રતાના તેમજ સંબંધ હોવાથી બાબુલાલ આંબાલાલ ઉધરેજાના પુત્રને શેરબજારમાં ધંધાના હેતુ માટે રકમની જરૂરીયાત હોવાથી ફરિયાદી પાસે આઠેક મહિના પહેલા રૂા.8,25, અંકે રૂપિયા 8 લાખ પચ્ચીસ હજાર પુરા હાથ ઉછીની રકમની માંગણી કરતા ફરિયાદીએ તેમના કામમાંથી તથા તેમની પાસે રહેલ દુકાન જગન્નાથ ચોકમાં આવેલ દુકાનનું વેંચાણ કરેલ જેની રકમ આવતા અમો ફરિયાદીએ રકમ રૂા.8,2પ,000 હાથ ઉછીના વગર વ્યાજે આપેલ અને સદરહુ રકમ છ મહિનામાં પરત આપી દેશુ તેવુ વચન, વિશ્ર્વાસ અને ખાત્રી આપેલ જેથી સદરહુ રકમ ઉછીની તમોને આપેલ. ત્યારબાદ મુદત પુરી થતા રકમની માંગણી કરતા આરોપીએ ફરિયાદીને ચેક ધ કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ ગાંધીગ્રામ શાખાનો પર્સનલ ચેક આપવાના બદલે પેટકોન ક્ધસલ્ટન્સીના પ્રોપરાઇટર દરજ્જેનો ચેક આપેલ જેના બેંક નં.378872, તા.29/12ના ચોક આપેલ હતી. ફરિયાદીએ કાયદા મુજબની નોટીસ મોકલાવેલ પરંતુ નોટીસનો કોઇ જવાબ મોકલેલ નથી કે ઉછીની લીધેલ રકમ ચુકવી નહી કે ચુકવવાની દરકાર પણ કરેલ નથી. જેથી ફરિયાદી શૈલેષભાઇ નારણભાઇ આડતીયાએ કોર્ટમાં ચેક રીર્ટન અંગેની આરોપી બાબુલાલ આંબાલાલ ઉધરેજા ઠાકોર સામે ફરિયાદ કરેલ છે.આ ફરિયાદના અનુસંધાને અદાલતે આંબાલાલ ઉધરેજા સામે સમન્સ ઇશ્યુ કરવાનો હુકમ કરેલ છે. આ કામમાં ફરિયાદી બાબુલાલ આંબાલાલ ઉધરેજા વતી રાજકોટના એડવોકેટ રાકેશ ટી. કોઠીયા, નમીતા આર. કોઠીયા, નિશાંત ગૌસ્વામી, શૈલેષ મુંગલપરા તથા ભાવીક મેતા રોકાયેલા હતા.


Loading...
Advertisement