ભવાનભાઈ ભાગીયાની ભાજપ સંરચના અધિકારી તરીકે વરણી

20 August 2019 06:01 PM
Morbi
  • ભવાનભાઈ ભાગીયાની ભાજપ સંરચના અધિકારી તરીકે વરણી

ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી

(હર્ષદરાય કંસારા) ટંકારા તા.20
ટંકારા તાલુકાના ભાજપના મહામંત્રી અને મોરબી માર્કેટીંગ યાર્ડના ઉપપ્રમુખ ભવાનભાઈ ભાગીયાની ભાજપના સંરચના અધિકારી તરીકે નિમણુંક કરાયેલ છે. ભાજપના આગેવાનો તથા કાર્યકરોએ ભવાનભાઈ ભાગીયાને અભિનંદન આપેલ છે. ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ગૌતમભાઈ વામજા, ટંકારાના માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી, પ્રભુલાલ કામરીયા, યુવા ભાજપ પ્રમુખ સંજયભાઈ ભાગીયા વિગેરેએ અભિનંદન આપેલ છે.


Loading...
Advertisement