દહિયા પ્રેમ પ્રકરણની મહિલા ગુજરાતમાં: મહિલા આયોગમાં પુરાવા સાથે રજુઆત કરી

20 August 2019 06:00 PM
Ahmedabad Gujarat
  • દહિયા પ્રેમ પ્રકરણની મહિલા ગુજરાતમાં: મહિલા આયોગમાં પુરાવા સાથે રજુઆત કરી

મેં કયારેય દહિયાને બ્લેકમેલ નથી કર્યા, મારી દીકરીના હક માયે આવી છું: લીનુસિંહ :પીડિતા સીએમ અને ડીજીપીને પણ રજુઆત કરશે

અમદાવાદ તા.20
ગાંધીનગરના બહુચર્ચીત સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાની કથિત પત્ની લીનુસિંહ અમદાવાદ પહોંચી હતી અને ત્યાંથી સીએમ અને ડીજીપીને રજુઆત કરવા ગાંધીનગર ખાતેમળીને રજુઆત કરનાર છે.
મહિલાનો ઓપ છે કે દહિયાએ તેની સાથે લગ્ન કર્યા છે અને સંતાનમાં એક દીકરી પણ છે. અમદાવાદ એરપોર્ટ પર મહીલાએ જણાવ્યું હતું કે હું મારી દીકરીના હક માટે આવી છું. આ દીકરી અમારી જ છે અને તેની સાબીતી માટે હું ડીએનએ ટેસ્ટ આપવા પણ તૈયાર છું.
લીનુસિંહે જણાવ્યું હતું કે મેં કયારેય ગૌરવ દહિયાને બ્લેક મેઈલ કર્યા નથી, તે ખોટું બોલે છે. જો મેં તેમને બ્લેકમેલ કર્યા હોત તો તેઓ મને શા માટે દિલ્હીના પોશ વિસ્તારમાં મકાન લઈ દે? મેં પોલીસમાં અરજી કરી હોવાથી ગૌરવ દહિયાએ મારી વિરુદ્ધ અરજી કરી છે. તે એકદમ ખોટું બોલે છે.
લીનુસિંહે વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગર પોલીસમાં મેં અરજી કરી હતી પરંતુ તેનો હજુ સુધી જવાબ ન આવતા અને પોલીસે મારો સંપર્ક ન કરતા મારે ગાંધીનગર આવવાની ફરજ પડી છે.
લીનુસિંહે મીહીયાને જણાવ્યું હતું કે મારી દીકરીને તેના તમામ હકો મળવા જોઈએ અને તેના માટે મારી રજુઆત છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ દહિયા કથિત પ્રેમ પ્રકરણની પીડિત મહિલા આયોગને મળી હતી અને પુરાવાઓ સાથે રજુઆત કરી હતી.


Loading...
Advertisement