મોરબીવાસીઓને રખડતા ઢોરથી છુટકારો ક્યારે?: કે.ડી.બાવરવા

20 August 2019 05:47 PM
Morbi
  • મોરબીવાસીઓને રખડતા ઢોરથી છુટકારો ક્યારે?: કે.ડી.બાવરવા
  • મોરબીવાસીઓને રખડતા ઢોરથી છુટકારો ક્યારે?: કે.ડી.બાવરવા

મોરબી શહેરમાં આજકાલ રખડતા ઢોરો નો ત્રાસ અસહ્ય થઈ ગયો છે અવાર નવાર ઢોરોથી લોકોને અકસ્માત તેમજ ઈજાઓ થવાના બનાવો બનતા રહે છે. એક પણ દિવસ એવો ખાલી નથી કે આવો એક પણ અકસ્માત ના થયો હોય.આ બાબતે તંત્ર આવા અકસ્માતમાં કોઈ ના જાનનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું.? તેવો સવાલ સેતુબંધ ફાઉન્ડેશનના કે.ડી.બાવરવાએ ઉઠાવેલ છે.તેઓએ ચિફ ઓફીસરને લેખીત રજૂઆત કરીને જણાવેલ છેકે મોરબીના લોકોને આ રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવા યોગ્ય આયોજન કરવામાં આવે અને રાખડતા ઢોરોને પકડીને અન્ય યોગ્ય જગ્યાએ રાખવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે.જો આ બાબતે કંઈ કરવામાં નહી આવે તો કોઈ એવો અકસ્માત બનશે કે જેમાં કોઈ નિર્દોષ માનવનો જીવ પણ જઈ શકે છે તો આ બાબતે વહેલાસર યોગ્ય કરી શહેરના મુખ્ય માર્ગો ઉપર અડિંગો જમાવીને બેસતા ઢોરની વ્યવસ્થા કરવામાં આવે તેવી મોરબીવાસીઓની પણ લાગણી છે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ દ્રારા)


Loading...
Advertisement