મોરબીના વકીલની દીકરીના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

20 August 2019 05:46 PM
Morbi
  • મોરબીના વકીલની દીકરીના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી
  • મોરબીના વકીલની દીકરીના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

પતંજલી યોગ, આરોગ્ય ભારતી, વૈદિક યજ્ઞ, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જાળવણી જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા મોરબીના વકીલ સંજયભાઈ રાજપરાની પુત્રી ચેલ્સીબેન કેજે નવયુગ કોલેજમાં ટીવાય બીએસસીમાં અભ્યાસ કરે છે તેના જન્મદિવસે કેક કાપીને અંધારું કરીને નહીં પરંતુ વૈદિક યજ્ઞ કરી તેમાં ઉપસ્થિત તમામ નવદંપતીઓ તેમજ મહેમાનોને યજ્ઞમાં આહુતી અપાવી અને વૃક્ષોનું મહત્વ સમજાવી જન્મદિવસની કાયમી યાદગીરી રહે તે હેતુથી ફૂલ-ઝાડના રોપા આપી વધુને વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવડાવી ઉજવણી કરીને પર્યાવરણ જાળવણી માટે ખતરનાક એવા પ્લાસ્ટિક વપરાશને જાકારો આપી સ્ટીલના વાસણોમાં જ ચા, પાણી, છાશ ભોજન કરાવવામાં આવેલ. આ તકે વકીલ સંજયભાઈએ વેદના સાથે જણાવેલ કે જેનાથી પર્યાવરણને ભયંકર નુકસાન થઈ રહ્યું છે તે પ્લાસ્ટિક માત્ર ગુજરાતમાં જ દરરોજ કેટલું વપરાતુ હશે અને કચરામાં ફેંકાતુ હશે કે જેની કલ્પના કરવાથી પણ કંપારી છૂટી જાય તેમ છે અને વધુમાં જણાવેલ છેકે આવી પ્રકૃતિ નષ્ટની ચેષ્ટા ક્યાં જઈને અટકશે. જો આમ જ ચાલ્યું તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. અને પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને તેના કડક કાનુન બને અને તેનો ગંભીરતાપૂર્વક અમલ સરકાર તરફથી કરવામાં આવે તે આજના સમયની માંગ અને આવનારા સમયની જરૂરિયાત છે. જો આમ નહીં થાય તો આવનારા સમયમાં જીવવું મુશ્કેલ બની જશે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement