મોરબીથી રાજકોટ દવા લેવા જવાનું કહીને મહિલા ગુમ

20 August 2019 05:45 PM
Morbi
  • મોરબીથી રાજકોટ દવા લેવા જવાનું કહીને મહિલા ગુમ

જૂના રાજાવડલાની પરિણીતા પણ ચાલી ગઇ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.20
મોરબી વિશીપરા વિસ્તારમાં રહેતી મહિલા મોરબીથી રાજકોટ દવા લેવા જાઉં છું કહીને નીકળ્યા બાદ ઘેર પરત ન આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વીશીપરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ચાર ગોડાઉન નજીક રહેતા ભાવનાબેન અશોકભાઈ જોગીયાણી જાતે રાવળદેવ નામની 43 વર્ષીય મહિલા ગત તા.12-8 ના રોજ સવારે 8 વાગ્યે ઘેરથી રાજકોટ દવા લેવા માટે જાઉં છું તેમ કહીને નીકળી હતી જોકે બપોરના 2 વાગ્યા બાદ તેનો ફોન બંધ આવતો હોય અને સગા સ્નેહીઓ અને રાજકોટ દવાખાને તપાસ કરતાં ભાવનાબેનને કોઈ પત્તો લાગ્યો ન હોય તેના પુત્ર દર્શન હસુભાઈ જોગીયાણીએ મોરબી બી ડિવિઝન પોલીસમાં બનાવ અંગે જાણ કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.
પરણીતા બાળા સાથે ગુમ
વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામે રહેતા મુસ્તાકભાઈ આમદભાઈ મુસ્લિમ(ઉ.25) ની પત્ની સમીમબેન ઉર્ફે છોટી (ઉ.23) તેની ત્રણ વર્ષની દીકરી સમાયાને સાથે લઈને ગત તા.16-8 ના ઘેરથી વાંકાનેર દવા લેવા જાઉં છું તેમ કહીને નીકળી હતી જે પરત ન આવતાં ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ મથકે આ અંગે ફરીયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે ગુનો દાખલ કરેલ છે જેની તપાસ પી.એમ.સોલંકી ચલાની રહ્યા છે.
હદપાર મહિલા બુટલેગરની અટકાયત
મોરબીમાં અનેક વખત દેશી દારૂના ધંધા હેઠળ દારૂના ગુનામાં પકડાયેલા સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કચીયા (ઉ.32) રહે. માળીયા-વનાળીયા સોસાયટી સોઓરડી પાછળની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરાયેલ હોય અને તેને એક વર્ષ માટે મોરબી, રાજકોટ,સુરેન્દ્રનગર,કચ્છ અને જામનગર સહિતના વિસ્તારમાંથી હદપાર કરવામાં આવેલ હોય સોનલબેન કાટીયા મોરબીમાં જુના રફાડેશ્વર નજીક હોવાની બાતમી મળતા રાજકોટ રેન્જ નાસતા ફરતા સ્કવોડના મદારસિંહ મોરે સહિતના સ્ટાફે તેની અટકાયત કરી હતી તાલુકા પોલીસ હવાલે કરેલ છે.


Loading...
Advertisement