મોરબીમાં ફોટો-વીડિયો એસો. દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહ

20 August 2019 05:44 PM
Morbi
  • મોરબીમાં ફોટો-વીડિયો એસો.  દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહ
  • મોરબીમાં ફોટો-વીડિયો એસો.  દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહ

મોરબીમાં ફોટો અને વીડિયો એસોસિએશન દ્વારા અહિંની દશાશ્રી માળી વણીક જ્ઞાતિની વાડી ખાતે તેજસ્વીતા અભિવાદન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કેજીથી ધો.12 સુધીના 157 જેટલા વિદ્યાર્થીઓને ઇનામો અપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ તકે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,રમેશભાઇ રૂપાલા સહિતનાઓના હસ્તે બાળકોને શિલ્ડ એનાયત કરાયા હતા.કાર્યક્રમ સફળ બનાવવા આ એસો.ના પ્રમુખ મહાદેવભાઈ ઉટવાડિયા,ભાવેશભાઈ ચીખલીયા, રમેશભાઈ રૂપાલા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement