મોરબીના ઉદ્યોગપતિ સાથે રૂા.13.60 કરોડની છેતરપીંડી આચરનાર તબીબ સહિત બે ઝડપાયા

20 August 2019 05:42 PM
Morbi Crime
  • મોરબીના ઉદ્યોગપતિ સાથે રૂા.13.60 કરોડની છેતરપીંડી આચરનાર તબીબ સહિત બે ઝડપાયા

કરોડોનો કોન્ટ્રાકટ આપવા લાલચ આપી કરોડો ખંખેર્યા હતા

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.20
અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં એક હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ આપીને મોરબીના સિરામિક ઉદ્યોગપતિની સાથે 13,60 કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં ડોકટર કમ નકલી આઈએએસ અધિકારી સહિતના પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે હાલમાં ડોકટર સહીત બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીને પકડવા માટે થઈને ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
મોરબી શહેરના શનાળા રોડ ઉપર ઉમિયા નગરમાં આવેલા દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને સીપ્રા સિરામિક પ્રાઇવેટ લિમિટેડ નામનું કારખાનું ધરાવતા વિજયભાઈ નાથાભાઇ ગોપાણી જાતે પટેલ (ઉં.44)એ ડો.વસંતભાઈ કેસુભાઈ ભોજવીયા તેમજ અન્ય પાંચ શખ્સોની સામે 13.60 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી કેમ કે, ડો. વસંત ભોજવીયાએ પોતે આઇએએસ(કલેકટર)માં પાસ થયેલા હોવાનું કહીને તેઓને રૂપિયાની જરૂરિયાત હોવાથી 30 લાખ રૂપિયા રોકડા લઈ ગયા હતા અને તેના સસરા તરીક પ્રદિપભાઇ કારેલીયા (રહે, જેપુર તા.ગોંડલ તથા દિલ્હી)ની ઓળખ આપીને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં રૂા.800 થી 1000 કરોડ સુધીનો 10 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ ફરીયાદી વિજય ગોપીણીને આપવા માટેની લાલાચ આપી હતી..! અને સમયાંતરે કુલ મળીને 13.60 કરોડની છેતરપીંડી કરી હતી જેથી ભોગ બનેલા કારખાનેદારે ગઈકાલે ડોકટર સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી દરમ્યાન પોલીસે ડો. વસંત ભોજવીયા અને જયેશ સોલંકીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.


Loading...
Advertisement