પોલીસ લોકઅપ-જેલમાં મૃત્યુ કેટલાં: રાજય-કેન્દ્રના આંકડામાં હાથીઘોડાનો ફેર

20 August 2019 05:16 PM
Ahmedabad Gujarat
  • પોલીસ લોકઅપ-જેલમાં મૃત્યુ કેટલાં: રાજય-કેન્દ્રના આંકડામાં હાથીઘોડાનો ફેર

કેન્દ્રના જણાવ્યા મુજબ 40, રાજય માનવાધિકાર પંચ પ્રમાણે 214 કસ્ટોડીઅલ ડેથ

અમદાવાદ તા.20
કસ્ટોડીયલ ડેથ અને એન્કાઉન્ટર કેસોમાં ગુજરાતને અગાઉ ખૂબ સાંભળવું પડયું હતું. રાજયમાં હજુ પણ કસ્ટોડીયલ ડેથના અહેવાલો સામે આવે છે, પણ ગુજરાતમાં આવાં મૃત્યુ બાબતે રાજય અને કેન્દ્ર સરકારના આંકડા અલગ છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયના આંકડા મુજબ, 2017માં પોલીસ લોકઅપ અથવા મધ્યસ્થ જેલોમાં કુલ 55 કસ્ટોડીઅલ ડેથ નોંધાયા હતા. બીજી બાજુ રાજયના માનવાધિકાર પંચ સમક્ષ આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતી મુજબ 2015 અને 2018 વચ્ચે 214 કસ્ટોડીયલ ડેથ નોંધાયા છે.
માનવાધિકાર પંચના રેકોર્ડ મુજબ 2017માં પોલીસ લોકઅપ અથવા જેલમાં 55 કસ્ટોડીઅલ ડેથ થયા હતા. 2018માં આવા 56 મૃત્યુ થયા હતા.
બીજી બાજુ, લોકસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતમાં નવેમ્બર 15થી નવેમ્બર 2018 વચ્ચે દર વર્ષે આવાં 10 કેસ નોંધાયા છે. જુલાઈ 2018માં વિધાનસભા સત્રમાં રાજયના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે મે 2017 અને એપ્રિલ 2019 વચ્ચે 133 કસ્ટોડીઅલ ડેથ નોંધાયા છે.
ગત વર્ષે ક્રાઈમ બ્રાંચના જેસીપી તરીકે રિટાયર થયેલા રાજય માનવાધિકાર પંચના સભ્ય જે.કે.ભટ્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અથવા માનવાધિકાર પંચ કઈ રીતે સંખ્યા ગણે છે તેની મને ખબર નથી. આરટીઆઈ અરજદાર કૌશિક પરમારે જણાવ્યું હતું કે કયાં તો રાજય સરકાર અથવા કેન્દ્ર ખોટી માહિતી આપી રહ્યા છે.


Loading...
Advertisement