પુજય જીવરાજ બાપુને મુખ્મંત્રીશ્રીની શ્રદ્ધાંજલી

20 August 2019 05:09 PM
Gujarat
  • પુજય જીવરાજ બાપુને મુખ્મંત્રીશ્રીની શ્રદ્ધાંજલી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્રના તીર્થ સેવાધામ સતાધારની આપા ગીગા જગ્યાના મહંત પૂજય જીવરાજબાપુના દેહવિલય અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી સદગતની ભાવાંજલી પાઠવી છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ પૂજય જીવરાજ બાપુને ઈશ્ર્વરભક્તિ સાથે જનસેવા અને પરમાર્થના કાર્યોમાં લીન રહી જે સેવા સુવાસ પ્રસરાવી છે તેની સરાહના કરતાં જણાવ્યું હતું કે તેમના કૃપા આશિષ ગુજરાત પર સદાય વરસતા રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ પૂજય જીવરાજ બાપુના સાથે પોતાની તાજેતરની પ્રત્યક્ષ મુલાકાતના સંસ્મરણો પણ તાજા કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.


Loading...
Advertisement