ભાંગી ગયેલા માર્ગોનું દિવાળી સુધીમાં સમારકામ થઇ જશે : મુખ્યમંત્રી રૂપાણી

20 August 2019 05:07 PM
Gujarat
  • ભાંગી ગયેલા માર્ગોનું દિવાળી સુધીમાં સમારકામ થઇ જશે : મુખ્યમંત્રી રૂપાણી

એક જ ખાડો ત્રણ વખત પુરાય તેવુ ન કરતા : નીતિન પટેલની ટકોર

ગાંધીનગર તા.20
સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક અનાથ હાલ વરસાદના પગલે હાઈવે સહિતના રોડ રસ્તા તૂટી ગયા છે જે આગામી દિવાળી સુધીમાં તમામ રસ્તા સારા કરી દેવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રુપાણીએ કરી છે.
રાજ્યની મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ અને ના સર્વાંગી વિકાસ માટે બે હજાર કરોડ રૂપિયાની રકમ ના ચેક અર્પણ સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી હતી. કે રાજ્ય માં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે તૂટી ગયેલા તમામ રસ્તાઓનું રીપેરીંગ દિવાળી તહેવાર સુધીમાં સત્વરે પૂર્ણ કરી દેવામાં આવશે .એટલું જ નહીં વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં ખરાબ થયેલા તમામ રસ્તાઓ ઝડપથી સારા બનાવવા માં આવશે.
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નગરપાલિકાઓ અને શહેરી સત્તામંડળો ના સર્વાંગી વિકાસ માટે ફાળવવામાં આવેલા નાણાં અન્વયે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાતમાં આજે ઘણી પાલીકાઓ એવી છે .કે જેમને હજુ પણ 3-4 દિવસે પિવાનુ પાણી મળે છે. જે રાજ્ય સરકારના ધ્યાનમાં જ છે જો કે ડ્રેનેજના કામ બાકી હોવાના કારણે પીવાના પાણીની તંગી થતી હોવાનો સ્વીકાર કર્યો હતો. અને તે કામ પણ સત્વરે પુરા કરવા ખાતરી આપી હતી. આ વેળાએ તેમણે ઉપસ્થિત આમંત્રિતો સમક્ષ મુક્ત મને પોતાનો વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્યની મોટાભાગની પાલિકાઓ અને વિસ્તારમા વિકાસના કામ થયા જ છે. પરંતુ હવે જ્યાં જ્યાં જરુર છે.ત્યાં વિકાસ ના કામો પુરા કરવા હાકલ કરી હતી. આ તબક્કે નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે પણ પોતાના પ્રવચનમાં સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો આપતા અધિકારીઓ અને હોદ્દેદારો સમક્ષ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા રૂપિયા થી વિકાસના કામો જ કરજો પછી એવી ના થાય કે એક જ ખાડો ત્રણ વાર પુરાય. ઘણીવાર એવું થાય છે કે ખાડો ખોદો અને પુરો ખાડો ખોદો અને પુરો પણ હવે એવું થાય નહીં તેની કાળજી રાખવા અપીલ કરી હતી.


Loading...
Advertisement