અમરેલી જિલ્લામાં શ્રાવણીયા જુગાર પર પોલીસનાં ઠેર-ઠેર સ્થળોએ દરોડા : 32 જુગારીઓ ઝડપાયા

20 August 2019 12:01 PM
Amreli Crime Saurashtra
  • અમરેલી જિલ્લામાં શ્રાવણીયા જુગાર પર પોલીસનાં ઠેર-ઠેર સ્થળોએ દરોડા : 32 જુગારીઓ ઝડપાયા

જુગારના પટમાંથી રોકડ, વાહનો, મોબાઇલ સહિતનો મુદામાલ જપ્ત

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.20
આદસંગ ગામમાં જૂના બસસ્ટેન્ડ પાસે આવેલ પાનનાં ગલ્લા પાસે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમે છે, જે હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતાં જુગાર રમતાં પહુભાઈ હરસુરભાઈ સાભડ, ગૌતમભાઈ લાખાભાઈ ચાંદુ, મુકેશભાઈ બાલુભાઈ ખોરાસીયા, ચંદ્રેશભાઈમુકેશભાઈ ભાલીયા, પ્રતાપભાઈ ભીમભાઈ સોડાયા, કનુભઈ લાખાભાઈ ચાંદુ, મુન્નાભાઈ જીવાભાઈ મકવાણા, પહુભાઈ ગભરુભાઈ ચાંદુ, બચુભાઈ નારણભાઈ જાદવ, જગુભાઈ રણછોડભાઈ રવૈયા રહે. બધા આદસંગને રોકડા રૂા.15,280 તથા ગંજીપતાના પાના નંગ-પ2 કિં.રૂા.00 તથા મોબાઇલ ફોન નં.9 કિં.રૂા.પ0,500 એમ કુલ રૂા.6પ,780નો મુદામાલ ઝડપી ગુનો નોંધેલ છે.
બાબરા તાલુકાનાં ચરખા ગામે રહેતાં જયસુખભાઈ જલુભાઈ મોઢવાણીયા સહિત પ જેટલાં ઈસમો જાહેરમાં સ્ટ્રીટ લાઈટનાં અજવાળે પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતાં હોય, બાબરા પોલીસે બાતમીનાં આધારે દરોડો કરી, રોકડ રકમ રૂા.1ર480ની કબજે લઈ તમામ પાંચેભય આરોપીને ઝડપી લઈકાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement