રાજીનામું આપનાર કર્ણાટકના ધારાસભ્યએ 11 કરોડની રોલ્સ રૉય્સ કાર ખરીદી

17 August 2019 07:56 PM
India Video

કોંગ્રેસથી બગાવત કરી કર્ણાટકમાં અયોગ્ય જાહેર થયેલા 14 ધારાસભ્યો પૈકી એક એવા એમટીબી નાગરાજ ફરી ચર્ચામાં છે. આ વખતે મોંઘી કાર ખરીદવાથી તેઓ ચર્ચામાં આવ્યા છે. નાગરાજે 11 કરોડની રોલ્સ રૉય્સ ફેન્ટમ VIII કાર ખરીદી છે. જોકે ટેક્સની ચૂકવણી બાદ આ કારની કિંમત હજુ વધુ થઇ શકે છે. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકારના કુલ 17 ધારાસભ્યોએ સરકાર તરફથ નારાજગી હોવાથી જુલાઇમાં રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ કર્ણાટકની સરકાર પડી ગઇ હતી. તે સમયે વિભાદનસભા અધ્યક્ષે કોંગ્રેસના 14 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા હતા. આ ધારાસભ્યોમાં એમટીબી નાગરાજ પણ સામેલ હતા.


Loading...
Advertisement