લોધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભુજરીયા પર્વની લોધા સમાજ દ્વારા ઉજવણી કરાઈ

17 August 2019 07:55 PM
Rajkot Video

શ્રાવણી પૂનમના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી લોધા ક્ષત્રિય સમાજ દ્વારા લોધેશ્વેર સોસાયટીમાં આવેલા લોધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભુજરીયા પર્વની ઉજવણી કરી કરવામાં આવી હતી. આ દિવસે બહેનો દ્વારા જવેરાઓને ધાર્મિક વિધિસરના હીંચકામાં ઝૂલાવી ફુલેકારૂપી શક્તિપ્રદર્શ યોજયુ હતું. આ ફુલેકમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી ઝરમર વરસાદી માહોલમાં પણ રાસ ગરબાની રમઝટ બોલાવી ભુજરીયા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. ભુજરીયા પર્વ નિમિત્તે ભાઈઓએ એકબીજાના ગળે મળી વેરઝેરની ભાવનાને તિલાંજલિ આપી ગળે મળ્યા હતા. રક્ષાબંધનના તહેવાર નિમિતે ભુજરીયા પર્વનું લોધા સમાજમાં ખૂબ જ મહત્વ રહેલું હોય છે. આ દિવસે લોધા સમાજના આરાધ્યદેવ લોધેશ્વર મહાદેવને ભુજરીયાઓ અર્પણ કરવામાં આવે છે. સાથોસાથ કુળદેવીને ખીરનો નેવેધ ધરી પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવે છે.


Loading...
Advertisement