હજું ચાર સ્ટેટ હાઈવે બંધ: વરસાદના કારણે રાજયના 50 માર્ગો પર હજુ પાણી

17 August 2019 06:09 PM
Gujarat
  • હજું ચાર સ્ટેટ હાઈવે બંધ: વરસાદના કારણે રાજયના 50 માર્ગો પર હજુ પાણી

આગામી સપ્તાહે સ્થિતિ સામાન્ય થશે

ગાંધીનગર તા.17
રાજયમાં છેલ્લા ઘણા સમયથી અતિવૃષ્ટિનો માહોલ હતો. જેના કારણે રાજયના મોટાભાગના રોડ-રસ્તા બંધ થઈ ગયા હતા. અત્રે નોંધનીય છે કે આજે પણ સમગ્ર રાજયમાં 4 સ્ટેટ હાઈવે સહીત કુલ 50 રોડ-રસ્તા બંધ છે.
જયારે આજદીન સુધી 4 સ્ટેટ હાઈવે બંધ છે. જેમાં મહીસાગરના 2, કચ્છમાં 1 અને 1 પાટણનો સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે.
તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ 44 ગ્રામીણ વિસ્તારોના માર્ગ બંધ છે. જેમાં સાબરકાંઠાના 6, છોટાઉદેપુરમાં 8, નર્મદા જીલ્લામાં 7, કચ્છ જીલ્લામાં 3 અને પાટણ જીલ્લામાં પણ 3 સહીત અલગ અલગ જીલ્લામાં કુલ 44 પંચાયત માર્ગ બંધ હાલતમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સમાપ્ત થયા બાદ પણ અંદાજે 50 જેટલા માર્ગો છે. જે આજે પણ ખુલી શકયા નથી.
જો કે વહીવટી તંત્ર તેને પુર્વવત કરવાની મથામણ કરી રહ્યું છે અને ટુંક જ સમયમાં આ તમામ રસ્તાઓ વાહનવ્યવહાર માટે શરૂ થઈ જશે તેમ મનાઈ રહ્યું છે.


Loading...
Advertisement