બુગાટીનું રૂા.54 કરોડની કારનું નવું મોડેલ લોંચ: આવી માત્ર 10 ગાડીઓ બનશે

17 August 2019 06:00 PM
Budget 2019
  • બુગાટીનું રૂા.54 કરોડની કારનું નવું મોડેલ લોંચ: આવી માત્ર 10 ગાડીઓ બનશે

માત્ર 2.4 સેક્ધડમાં 60 માઈલની ઝડપ પકડી શકે છે

કેલિફોર્નિયા: બુગાટીએ આજે કેલિફોર્નિયામાં કલાસિક કાર શોમાં એનું લેટેસ્ટ લીમીટેડ એડીશન મોડેલ રજુ કર્યુ હતું. બુગાટી લેન્ટોડાયેસીની કિંમત રૂા.54 કરોડ છે, અને આવી માત્ર 10 કાર બનાવવામાં આવશે.
1990ના દસકાની શરુઆતમાં આવેલી બુગાટી ઈબી 110 સુપરકારને આ કાર એક સ્મરણાંજલી છે. સેન્ટોડાયેસીનો ઈટાલીની ભાષામાં ચાર્જ થાય છે. 110 ઈબી 110 ઉતર ઈટાલીની લેમ્બોરગીની, ફેરારી અને માલેરેટિસ બને છે ત્યાંથી બહુ દુર નહીં આવેલી મોટર વેલીમાં બને છે.
1950ના દસકાથી સુષુપ્ત રહેલી બુગાટી બ્રાન્ડને ફરી સજીવ કરવાનો આ પ્રયાસ છે. લેન્ટોડાયેસીની ડિઝાઈન ઈબી 110 એગ્રેસીવ દેખાવની યાદ અપાવે છે. લેમ્બોરગીની કાઉન્યેક ડિઝાઈન બનાવનારા કાર્લો ગેન્ડીનીએ ઈબી 110નું પ્રોટોટાઈપ તૈયાર કર્યું છે.
ફોકસવેગને 1999માં બુગાટી બ્રાન્ડ ખરીદી બુગાટીના પૂર્વજોનાસ્થળ મોલશીમ, ફ્રાંસ ખાતે આધુનિક ઉત્પાદન સુવિધા ઉભી કરી છે. વિશ્ર્વના સૌથી મોટા ઓટોમેકટના પીઠબળ સાથે બુગાદી ગણ્યાગાંઠયા અબજોપતિઓ માટે ફાસ્ટ કાર બનાવે છે.
સેન્ટોડાયેલીમાં કાયમ રહે તેવી રિઅર વિંગ છે, અને તે માત્ર 2.4 સેક્ધડમાં કલાર્ક 60 માઈલ દોડી શકે છે.
તમામ બુગાટીમાં 16 સીલીન્ડરનું એન્જીન હોય છે, પણ સેન્ટોડાયેલીમાં 1600 હોર્સપાવર સુધી ચાર્જ થઈ શકે તે રીતે એન્જીન બનાવાયું છે.


Loading...
Advertisement