ગોંડલમાં ન્યાય એજ કલ્યાણ ગ્રુપ દ્વારા વિવિધ માંગો અંગે ડે.કલેકટરને આવેદનપત્ર

17 August 2019 04:47 PM
Gondal
  • ગોંડલમાં ન્યાય એજ કલ્યાણ ગ્રુપ દ્વારા વિવિધ માંગો અંગે ડે.કલેકટરને આવેદનપત્ર

સરદાર પટેલ અને શહિદ ભગતસિંહની પ્રતિમાને શ્રઘ્ધાસુમન અર્પણ કરાયા

ગોંડલ તા.17
ગોંડલમાં ન્યાય એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા વિવિધ માંગો સાથે ડે.કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે વર્ષ 1988 ની 15 મી ઓગસ્ટના દિવસે ગોંડલ ધારાસભ્ય પોપટભાઇ લાખાભાઇ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, પોપટભાઈ સોરઠીયા પોતાના કાર્યકાળમાં નીડર, સુશાસન સ્થાપિત કરનાર સુવિચારી અને પ્રેરણારૂપી વ્યક્તિત્વ ધરાવતા હતા, આ મહાનુભાવની ઈતિહાસની યાદગીરી તાજી રાખવા આવનારી પેઢીને આ મહાન આત્માના ઇતિહાસને પ્રેરણાદાયક બનાવવા અર્થે ગોંડલ શહેર વિસ્તારના જાહેરમાર્ગો પર પ્રતિમાનું અનાવરણ કરવા અને જાહેર માર્ગોને શહીદ ધારાસભ્ય પોપટભાઇ લાખાભાઇ સોરઠીયા માર્ગનું નામાંકન કરવા આવેદનમાં જણાવાયું હતું. ગુંદાળા ચોકડી થી ગુંદાળા ફાટક તરફ આવતો રોડ નામાંકન કરવા અને પૂલની નીચે પૂલની મધ્યમાં આવેલ પીલોર પાસે છૂટેલી જગ્યા પર પ્રતિમાનું અનાવરણ કરવા મંજૂરી આપવા રજૂઆત કરાઇ હતી, તેમજ શહેરના ત્રણ ખુણીયા ગુંદાળા દરવાજા, અલખ ચબુતરા સહિતના વિસ્તારમાં પ્રતિમા મુકવા અને રોડનું નામકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્ર આપવાની સાથોસાથ ન્યાય એ જ કલ્યાણ ગ્રુપના રાજુભાઈ સખીયા, એડવોકેટ દિનેશભાઈ પાતર, લલિતભાઇ વસોયા સહિતનાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ વિગેરેની પ્રતિમાઓને ફુલ હાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.


Loading...
Advertisement