બોટાદના સહાયક માહિતી નિયામકનું સન્માન

17 August 2019 03:53 PM
Botad
  • બોટાદના સહાયક માહિતી નિયામકનું સન્માન

સરકારી યોજનાની કામગીરી, ઇન્ટરનેટ સોશ્યલ મીડિયાના માઘ્યમ થકી જનસમુદાય સુધી પહોંચાડવા બદલ સ્વાતંત્ર્ય પર્વ પર પ્રશસ્તિપત્ર આપી કરાયુ બહુમાન

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.17
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે કરવામાં આવેલ 73 મા સ્વા તંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક હેતલ દવેને જિલ્લા કલેકટર આશીષ કુમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના વરદ હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બોટાદ જિલ્લાની નવરચના બાદ આ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહયા છે. બોટાદ જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ ફલેગશીપ કાર્યક્રમો અને યોજનાકીય કામગીરીના લોકાભિમુખ અમલીકરણને 2018-19ના વર્ષ દરમિયાન પ્રતિ માસ "ઈ-ઈન્ફોર્મેશન” (ઈ-અંક) ના લેખન અને સંપાદન થકી ઈન્ટરનેટના બહુવિધ માધ્યમ જેવા કે, વોટસએપ, ટવીટર, ફેસબુક અને જિલ્લા કલેકટરની વેબ સાઈટ દ્વારા જનસમુદાય સુધી પહોંચાડવાની વિશિષ્ટ કામગીરી હાથ ધરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદના સહાયક માહિતી નિયામક હેતલ દવેનું 15 મી ઓગસ્ટના રોજ 73 મા સ્વાદતંત્ર્ય પર્વની ગઢડા ખાતે કરવામાં આવેલ ઉજવણી અંતર્ગત પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ.


Loading...
Advertisement