ગુરુ મંદિરની 16મી વાર્ષિક પ્રતિષ્ઠા દિન નિમિતે કાલથી ત્રિદિવસીય અધ્યાત્મ તત્વજ્ઞાન શિબિરનું આયોજન

17 August 2019 03:34 PM
Botad
  • ગુરુ મંદિરની 16મી વાર્ષિક પ્રતિષ્ઠા દિન નિમિતે
કાલથી ત્રિદિવસીય અધ્યાત્મ તત્વજ્ઞાન શિબિરનું આયોજન

બોટાદ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરના આંગણે

(દિનેશ બગડીયા) બોટાદ તા.17
અનંત અનંત ઉપકારી પૂજય ગુરૂદેવ શ્રી કાનજી સ્વામી પ્રેરીત શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર બોટાદ મધ્યે વી.સં. 2060 શ્રાવણ વદ ત્રીજના મંગલ દિવસે ‘15’ વર્ષ પૂર્વે શુધ્ધાત્મ ભૂતિ માર્ગદાતા સમ્પકત્વધારી પરમોપકારી પુજય ગુરૂદેવ શ્રી કાનજી સ્વામીની સંગે મરમરની પ્રતિકૃતિની પ્રતિષ્ઠાપૂજય ગુરૂદેવ શ્રીના અંતેવાસી બ્ર. ચંદુભાઈ જોબાલિયા દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવેલી સમ્પકત્વ બોધિ પંચ પરમાગમ સમયસાર નિયમસાર, અષ્ટયાહુડ, પ્રવચનસાર આદિ જિનવાણી શાસ્ત્રોની સ્થાપના કરેલ તથા ભરતક્ષેત્રના મહાસમર્થ શ્રી કુંદકુંદાચાર્ય દેવ પરમ ઉપકારી પૂજય ગુરૂદેવશ્રી કાનજી સ્વામી પરમ કૃપાળુ શ્રી મદ રામચંદ્રજી તથા પ્રશમમૂર્તિ ભગવતી માતાના ચિત્રપટની પ્રતિષ્ઠા કરેલ. પૂજય ગુરૂદેવ શ્રીનો જીવન મંત્ર ‘ૐ’ સહજ ચિદાનંદ સુવર્ણ અક્ષણે અંકિત કરેલ છે.
આ ત્રિ-દિવસીય અધ્યાત્મ તત્વજ્ઞાન શિબિરનું સંચાલન કરવા માટે પંડિત નીતીનભાઈ શેઠ વાંકાનેરથી પધારશે. આ ત્રિ-દિવસીય શિબિરમાં માનવ જીવનનો મુખ્ય હેતુ ‘સમ્પક દર્શન પ્રાપ્તિ’ કેમ કરવી તેના ઉપર પંડિત નીતીનભાઈ શેઠ વાંકાનેર તેમની સરળ અને આગવી શૈલીમાં આપણને સમજાવશે. આ ત્રિ-દિવસીય શિબિરમાં દૈનિક કાર્યક્રમ સવારે જિનેન્દ્ર અભિષેક શ્રી જિનેન્દ્ર પૂજા, પૂજય ગુરૂદેવ કાનજી સ્વામીનું અધ્યાત્મ પ્રવચન, પંડીત દ્વારા સમ્પક દર્શન પ્રાપ્તીનો કલાસ ધ્વજારોહણ, ગુરૂ મંગળ વધામણા, શ્રી જિનેન્દ્ર ભકિત તથા આરતી તથા સ્વામિ વાત્સલ્ય સંઘ જમણ પ્રભાવના આદિ કાર્યક્રમો ઉજવાશે.


Loading...
Advertisement