ગુજરાતના પ્રવાસનમાં વધુ એક આકર્ષણ: કેવડીયામાં રીવર રાફટીંગ; ઝુ

17 August 2019 01:27 PM
Ahmedabad Gujarat Saurashtra
  • ગુજરાતના પ્રવાસનમાં વધુ એક આકર્ષણ: કેવડીયામાં રીવર રાફટીંગ; ઝુ

મુખ્યમંત્રી દ્વારા સહેલાણી મથકમાં અનેક સુવિધાઓનો ઉમેરો કરાયો

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનીટીના નિર્માણથી રાજય પ્રવાસનના ક્ષેત્રે વધુ એક આકર્ષણ ધરાવતું થયું છે અને હવે કેવડીયા કોલોની ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે અનેક સુવિધાઓ અને આકર્ષણને ખુલ્લા મુકયા હતા અને કેવડીયાનું આ ક્ષેત્ર પ્રકૃતિના ખોળે આનંદ અને સાહસીકતાનો રોમાંચ અપાવશે અને અહી ઈકો ટુરીઝમને વેગ મળશે. કેવડીયા પાસેના વિશાળ જળાશયમાં બારેમાસ 600 કયુસેક પાણી સતત વહે છે. જયાં લોકો રાફટીંગની મજા માણી શકશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અહી વિશ્ર્વ વન ઉછેરવામાં આવી રહ્યું છે જયાં વિશ્ર્વની તમામ વનસ્પતિનો ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત અહી જંગલ સફારીમાં જીરાફ અને ગેંડા સહીતના પ્રાણીઓનું વૈવિધ્ય જોવા મળશે અને અહી બટરફલાય પાર્કનું નિર્માણ થયું છે અને અહીના ઉદ્યાનમાં રંગબેરંગી બટરફલાય જોવા મળશે જયારે નજીકમાં જ કેકટર્સ ગાર્ડન તૈયાર કરાયું છે અને સમગ્ર વન ટપક સિંચાઈ પદ્ધતિથી નિર્માણ થઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ અહી જણાવ્યું કે લોકો સહપરિવાર આવે અને ત્રણ-ચાર દિવસ માટે વિવિધતાસભર પ્રકૃતિનો આનંદ માણી શકે તેવી સુવિધાઓ ઉભી કરાઈ છે. મુખ્યમંત્રીએ આજે અહી સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે વાઈફાઈ સુવિધાનો પણ પ્રારંભ કર્યો હતો.

Loading...
Advertisement