એર ઈન્ડીયાની સિદ્ધિ: ઉતર ધ્રુવ પર ઉડનારી પ્રથમ ભારતીય એરલાઈન બની

16 August 2019 06:00 PM
India Travel
  • એર ઈન્ડીયાની સિદ્ધિ: ઉતર ધ્રુવ પર ઉડનારી પ્રથમ ભારતીય એરલાઈન બની

મુંબઈ તા.16
આ વર્ષે સ્વાતંત્ર્ય દિન પર્વે એર ઈન્ડીયાના બોઈંગ 777 વિમાને નાર્થ પોલ (ઉતર ધ્રુવ) પર ઉડાન ભરીને ઈતિહાસ રચ્યો હતો. આમ કરીને એર ઈન્ડીયા પોલર ક્ષેત્રમાં કોમર્સીયલ ફલાઈટ ઉડાવનાર પ્રથમ ઈન્ડીયન એરલાઈન બની છે. દિલ્હીથી સાન ફ્રાન્સીસ્કો જનારી ફલાઈટ કે જે સામાન્ય રીતે એટલાન્ટીક કે પ્રશાંત મહાસાગર પરથી નીકળે છે. પણ ગુરુવારે તે નોર્થ પોલ પરથી નીકળી હતી. એર ઈન્ડીયાના એક સૂત્રે જણાવ્યું છે કે અમને 15 ઓગષ્ટે પાકિસ્તાનનું એર સ્પેસ બંધ હોઈ તૈયાર રહેવાનું કહ્યું હતું. જો ભારતીય ઉડાનો માટે એરસ્પેસ બંધ રાખવામાં આવ્યું હોત તો પણ અમે પોલર ક્ષેત્રમાંથી ઉડાન ભરી શકતા હતા. દિલ્હી-સનફ્રાન્સીસ્કોની ફલાઈટ 243 યાત્રીઓ સાથે પાકિસ્તાન, અફઘાનીસ્તાન, કઝાકીસ્તાન, રશિયા પરથી ઉડીને 12-27 વાગ્યે નોર્થ પોલ પર નીકળી હતી. અહીં અત્યધિક ગુરુત્વાકર્ષણ હોવાના કારણે સાચી જાણકારી આપવામાં કંપાસ (હોકાયંત્ર) પણ પોતાનું કામ કરવું બંધ કરી દે છે. આ સમયે વિમાનમાં લાગેલી અત્યાધુનિક ટેકનીક જીપીએસની સહાયતા પાયલોટને મળે છે. જેની મદદથી પાયલોટ ખરો માર્ગ શોધી શકે છે.`


Loading...
Advertisement