‘તુ કયા જાય છે, પૈસા આપ’ કહી ગોંડલમાં પ્રૌઢ પર પટેલ શખ્સનો હથોડી વડે હુમલો

16 August 2019 03:03 PM
Gondal Crime
  • ‘તુ કયા જાય છે, પૈસા આપ’ કહી ગોંડલમાં
પ્રૌઢ પર પટેલ શખ્સનો હથોડી વડે હુમલો

રાજકોટ તા.16
ગોંડલમાં અલખ ઓટલા પાસે પ્રજાપતિ પ્રૌઢ પાસે ફુટપાથ પર રહેતા પટેલ શખ્સે પૈસાની માંગણી કરી હતી. જે પૈસા નહીં આપતા પટેલ શખ્સે હથોડી વડે પ્રજાપતિ પ્રૌઢના માથાના ભાગે હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મુળ બગસરામાં રહેતા અને હાલ ગોંડલ રેલ્વે સ્ટેશન ફુટપાથ પર રહી મજુરીકામ કરતો મુકેશ દામજી નારીગરા (ઉ.58) નામના પ્રૌઢ ગત તા.13ના રોજ ગોંડલ અલખના આટલે જમવા માટે ગયા હતા. જયાંથી જમ્યા બાદ રેલ્વે સ્ટેશનમાં મજુરી કરવા જતો હતો તે અરસામાં ફૂટપાથ પર રહેતા ચંદુ પટેલ (મુળ દેરડી કુંભાજી) વાળાએ ‘મારે થોડા પૈસાની જરૂર છે, તુ મને પૈસા આપ’ કહીને માંગણી કરી હતી. ‘મારે રક્ષાબંધનનો તહેવાર છે, મારે મારા ઘરે પૈસા દેવાના છે’ કહી પૈસા દેવાની ના પાડી હતી. જયાથી આગળ ચાલતી વેળાએ પાછળથી ચંદુ પટેલે પીછો કરી ‘તુ કયા જાય છે, પૈસા આપ’ કહી ગાળાગાળી કર્યા બાદ પોતાના હાથમા રહેલી હથોડી માથાના ભાગે મારી દઈ નાસી છુટયો હતો. માથાના ભાગે લોહી નીકળતા પ્રૌઢને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સ્થાનિક લોકોએ સારવાર અર્થે ખસેડયા હતા. જયાં ટુંકી સારવાર લીધા બાદ ગોંડલ સીટી પોલીસ મથકમાં હુમલો કરનાર ચંદુ પટેલ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદના આધારે પીએસઆઈ એસ.બી. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement