જુની અરજી કર્યાનો ખાર રાખી પટેલ યુવાન પર બે કૌટુંબીક ભત્રીજાનો છરી વડે હુમલો

16 August 2019 02:56 PM
Gondal
  • જુની અરજી કર્યાનો ખાર રાખી પટેલ યુવાન પર બે કૌટુંબીક ભત્રીજાનો છરી વડે હુમલો

ગોંડલ ભગવતપરા પટેલ સોસાયટીમાં : બંનેના પાડોશમાં આવેલા કારખાના બાબતે અરજી કરાઈ હતી

રાજકોટ તા.16
ગોંડલમાં પટેલવાડી શેરી નં.1માં રહેતા પટેલ યુવકને જુની અદાવતનો ખાર રાખી તેના બે કૌટુંબીક ભત્રીજાઓએ ઢીકાપાટુનો માર માર્યા બાદ છરી વડે કાનના ભાગે હુમલો કરી નાસી છુટયો હતો. જે અંગે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. અગાઉ પોલીસ મથકમાં અરજી કર્યાનો ખાર રાખી બંને શખ્સોએ આ હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ભગવતપરા પટેલ સોસાયટી શેરી નં.1માં રહેતા રાજકોટમાં હાર્ડવેર ફરફેકટ પ્રોસેસ નામનું કારખાનું ધરાવતા નિકુંજ ગોરધનભાઈ ઢોલરીયા (ઉ.24) નામનો પટેલ યુવાન ગત તા.13ના રોજ પટેલવાડી વાડી પાસે પોતાની અલ્ટો કાર લઈને ઉભો હતો. ત્યારે ત્રીજા નંબરના કૌટુંબીક ભત્રીજો રોનક નારણ ઢોલરીયાએ પાસે જઈને ‘તને શેની હવા છે’ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. જયાં તેના ભાઈ કરણે પણ દોડી જઈ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સમયે રોનકે તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી પટેલ યુવાનને કાનના ડાબા ભાગે એક ઘા માર્યો હતો. જે બનાવ સમયે બુમાબુમ કરતા ઘરમાંથી કાકા પરસોતમ તેમજ બહેન નિહારીકા આસોદરીયા આવી જતા બંને ભત્રીજા હુમલો કરી નાસી છુટયા હતા. પટેલ યુવાનને થ્રી વ્હીલમાં બેસાડી તેને સિવિલ હોસ્પિટલમાં જરૂરી સારવાર આપી હતી. ટુંકી સારવાર બાદ ગોંડલ પોલીસ મથકમાં છરી વડે હુમલો કરનાર નીકુંજ ઢોલરીયા, કરણ ઢોલરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદના આધારે એએસઆઈ આર.સી. માલવીયાએ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યા મુજબ રોનક ઢોલરીયાને પટેલ યુવાનના કારખાના પાસે જ કારખાનુ આવેલુ હોય જે બાબતે બંને ભત્રીજા અવાર નવાર પરેશાન કરતા હોય જે અંગે પટેલ યુવાને ભકિતનગર પોલીસ મથકમાં અરજી કરી હતી, અરજી કર્યાનો ખાર રાખી બંને ભત્રીજાઓએ આ હુમલો કર્યો હતો.


Loading...
Advertisement