ગોંડલના શ્રીનાથગઢ ગામેથી 11 માસ પહેલા સગીરાને ભગાડી જનાર પરિણીત મુસ્લિમ શખ્સને મહારાષ્ટ્રમાંથી દબોચી લેતી પોલીસ

14 August 2019 05:05 PM
Gondal Crime
  • ગોંડલના શ્રીનાથગઢ ગામેથી 11 માસ પહેલા સગીરાને ભગાડી જનાર પરિણીત મુસ્લિમ શખ્સને મહારાષ્ટ્રમાંથી દબોચી લેતી પોલીસ

સગીરાનું માતા સાથે મિલન : પરિવારની આંખો હર્ષથી છલકાય ઉઠી

અગીયાર મહીના પહેલાં સગીરા ને ભગાડી જનાર પરણીત મુસ્લિમ શખ્સ ને પોલીસે મહારાષ્ટ્ર માં થી પકડયો:સગીરા નું માતા સાથે મિલન કરાયું
તાલુકાનાં શ્રીનાથગઢ ગામે લવજેહાદ ની ઘટનાં માં રુરલ ક્રાઈમ બ્રાન્ચે સગીરા ને ભગાડી જનાર પરણીત મુસ્લિમ શખ્સ જાફર જુસબ સમા સંધી ઉ.25 ને મહારાષ્ટ્ર નાં માલેગાંવથી ઝડપી લઇ સગીરા ને ચુંગાલમાંથી છોડાવી તેની માતા સાથે મિલન કરાતાં પરીવાર ની આંખો હષઁ થી છલકાઈ ઉઠી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શ્રીનાથગઢ રહેતી હિન્દુ સગીરા ને ગીર સોમનાથ જીલ્લા નાં વડાળાં ગામે રહેતાં જાફર સમા નામનો સખ્સ લલચાવી બદઇરાદે ભગાડી ગયો હોય તેની માતા એ તાલુકા પોલીસ માં ફરીયાદ કરી હતી.
શ્રીનાથગઢ ખાતે પુલનું કામ ચાલતું હોય જાફર સમા ત્યાં મજુરી કરતો હોય સગીરા નાં ઘરે થી મજુરોનાં ટિફીન આવતાં હોય સંપર્ક માં આવ્યાં બાદ માશુમ સગીરા ને ભગાડી જતાં પરીવાર ઉપર આભ ફાટ્યું હતું.સગીરા નાં પિતાનું કેન્સર ની બિમારી થી મૃત્યુ નિપજ્યું હોય ચાર બહાનો અને એક ભાઇ નો પરીવાર મુશીબતો વચ્ચે જીવન નિર્વાહ કરી રહ્યો હતો. આવાં સંજોગો માં માશુમ દિકરી ને લલચાવી બદઇરાદે ભગાડી જવાતાં પરીવાર વિહવળ બનવાં પામ્યો હતો.
જાફર સમા સગીરાને ભગાડી હવાંમાં ઓગાળી ગયો હોય તેમ પોલીસ ને હાથ ન આવતાં અગીયાર મહીના થી પુત્રી પાછળ ઝુરતી માતા ને ન્યાય નહીં મળતાં ગોંડલ નાં ગૌ સેવકો ગોરધનભાઈ પરડવા,ભાવેશભાઇ મેજર,ગોપાલભાઇ ટોળીયા,કમલેશભાઈ કારીયા વિશાલ પટ્ટણી અને રાજકોટ હિન્દુ જાગરણ મંચ નાં રાજુભાઈ પિલ્લાઈ મદદે દોડી આવી રેન્જ વડા સંદિપસિહ,એસ.પી.બલરામ મીના,જીલ્લા કલેક્ટર ને ઉગ્ર રજુઆત કરતાં અને લવજેહાદ નો ભોગ બનનાર સગીરા ની માતા એ આત્મવિલોપન ની ચિમકી ઉચ્ચારતાં એલટઁ બનેલાં પોલીસ તંત્ર એ તપાસ રુરલ ક્રાઈમ બ્રાન્ચ ને સોંપતા પી.આઇ.રાણા એ તાલુકા પી.એસ.આઇ હરીયાણી ની હેઠળ એક ટીમ બનાવી રુરલ ક્રાઈમ બ્રાન્ચ નાં પી.એસ.જાડેજા હાઠળ બીજી ટીમ બનાવી તપાસ નો ધમધમાટ શરું કરતાં મોબાઈલ લોકેશન અને અન્ય આધારો સાથે પગેરું દબાવી જુસબ સમા ને સગીરા સાથે મહારાષ્ટ્રનાં માલેગાંવથી જડપી લઇ કલમ 363,366 મુજબ ગુન્હો નોંધી કાયઁવાહી હાથ ધરી હતી,
માસુમિયતમાં પરણીત મુસ્લિમ શખ્સ ની પ્રેમ જાળ નો શિકાર બનેલી સગીરા નું અગીયાર મહીના બાદ પરીવાર સાથે મિલન થતાં પરીવાર ની આંખો હષઁ નાં આંસુ થી છલકાઈ હતી.સગીરા માટે લડત આપનારાં ગૌ સેવકોએ પોલીસતંત્ર ની કુનેહભરી કામગીરી ની સરાહના કરી બિરદાવી હતી.


Loading...
Advertisement