ગોંડલમાં રાજકોટની સેવા સંસ્થા બોલબાલા ટ્રસ્ટનો પ્રારંભ

14 August 2019 02:42 PM
Gondal
  • ગોંડલમાં રાજકોટની સેવા સંસ્થા બોલબાલા ટ્રસ્ટનો પ્રારંભ

સાંજે 51 સંસ્થાઓના સન્માન સાથે એક શામ દેશ કે નામ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે

ગોંડલ તા.14
રાજકોટમાં છેલ્લા 29 વર્ષથી જીવદયા, માનવસેવા અને સામાજીક સેવાનું પ્રદાન કરી રહેલ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનો ગોંડલમાં પ્રારંભ થઈ રહ્યો છે. આજે તા.14 બુધવારના ટાઉનહોલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા દિપ પ્રાગટય કરી બોલબાલા ટ્રસ્ટને કાર્યરત કરાશે.
આ પ્રસંગે નગરપાલિકા અને બોલબાલા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સવારના 9થી 4 દરમ્યાન બહેનો માટે હેરકટીંગ હેર ગૃમીંગ તથા કુકીંગ શો યોજવામાં આવેલ તેમજ સાંજે 5થી 8 દરમ્યાન ગોંડલની વિવિધ ક્ષેત્રમાં સેવા આપતી 51 સંસ્થાઓના સન્માન સાથે એક શામ દેશ કે નામ સંગીત સંધ્યાનો કાર્યક્રમ રખાયો છે.
કાર્યક્રમને સફળ બનાવવા બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, વિજયભાઈ ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા સહીત આગેવાનો હાજર રહેનાર છે.


Loading...
Advertisement