રાજયના તમામ તાલુકા મથકો પર એસી લકઝરી બસ દોડાવવા રજૂઆત

14 August 2019 01:36 PM
Gondal
  • રાજયના તમામ તાલુકા મથકો પર એસી લકઝરી બસ દોડાવવા રજૂઆત

જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર

ગોંડલ તા.14
રાજકોટ જીલ્લા પંચાયત ના વિપક્ષી નેતાએ ગુજરાત રાજ્ય ના દરેક તાલુકા મથકે તેમજ ગ્રામ્ય વિસ્તારમા એ.સી.મીની લકઝરી બસ દોડાવવા મુખ્યમંત્રી ઉપાધ્યક્ષ મેનેજિંગ ડીરેક્ટર વિભાગીય નિયામક સહિતના ને લેખિત રજુઆત કરી સૂચન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જીલ્લા પંચાયત વિપક્ષી નેતા ધૃપતબા કુલદિપસિહજી જાડેજાએ મુખ્યમંત્રી તેમજ માગે અને મકાન વ્યવહાર નિગમ ના ઉપાધ્યક્ષ મેનેજિંગ ડીરેકટર વિભાગીય નિયામક એસ.ટી.ડીવીઝન મંત્રી આર.સી.ફળદુ સહિતના ને લેખીત રજુઆત અને સૂચન કરી જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ના દરેક તાલુકા મથકે તેમજ ગ્રામ્યવિસ્તારમા એ.સી. મીની લકઝરી બસ ચલાવવામાં આવે તો ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોટે નિગમ ને વધુ પડતી આવક નો સ્ત્રોત ઉભી થઈ શકે તેમ છે અને નફો કરતું નિગમ બને છેલ્લા ધણા સમયથી ભારત સરકાર અને રાજ્ય સરકારની માગે અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તાર ના રોડ અને રસ્તાઓનુ નવીનીકરણ કરીને સરસ બનાવ્યા છે જેથી શહેર અને ગ્રામ્ય વિસ્તાર ને ટુકા અંતરના માગે પર અવર જવર કરવુ સરલ બન્યું છે ગ્રામ્યવિસ્તારના લોકોને સારી સુંદર અને સ્વસ્છ એસ.ટી.નિગમની એ.સી.મીની લકઝરી બસ મળે તો પ્રવાસ પણ સરળતાથી કરી શકે અને નિગમ ને ખોટ. માથી ઉગારી શકાય અને નફો કરતું નિગમ બની શકે જેથી પ્રથમ પ્રાયોગીક ધોરણે રાજકોટ જીલ્લાના ગોડલ એસ.ટી.ડેપો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મીની બસ ચાલુ કરી ત્યારબાદ ક્રમવાઈઝ જીલ્લામાં ચાલુ કરવા અંતમાં માંગ કરી સૂચન કરવામાં આવ્યું હતું.


Loading...
Advertisement