બોટાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીના થર

14 August 2019 01:31 PM
Botad
  • બોટાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીના થર

બોટાદ, તા. 14
બોટાદ શહેરમાં હાલ ગંદકીમાં ફેરવાઇ ગયુ છે શહેરમાં ચારે બાજુ ગંદકીઓ જોવા મળે છે.
વ્યવસ્થિત સફાઇના અભાવે ઠેર ઠેર ગંદકી-ઉકરડાના ગંજ ખડકાયા શહેરના વિવિધ પુલ અવેડા ગેઇટ પાસે પુલ વીસ સોસાયટી જોડતો પુલ-દિનદયાળ ચોકનો પુલ પાળીયાદ રસ સ્ટશેન પાસેનો પુલ તખ્તસિંહજી જાહેર લાયબ્રેરી પાસેનો પુલ મહિલા મંડળ રોડ પુલ આવા અનેક પુલો નીચે ગંદકીના ગંજ ખડકાયેલો છે.
શહેરમાં સ્વચ્છતા અભિયાનનું નામ નિશાન જોવા મળતુ નથી ગંકદી રાજના કારણે ઝાડા-ઉલ્ટી-મેલેરીયા-ઉધરસ-શરદી- તાવ- કમળો જેવા રોગો ફુલ્યા ફાલ્યા છે.
શહેરના અનેક જગ્યાઓએ પસાર થતા માથુ ફાટી જાય તેવી દુર્ગંધનો સામનો શહેરીજનો કરી રહ્યા છે. મચ્છરો પણ આતંકવાદીની જેમ હુમલા કરી રહ્યા છે. જંતુનાશક દવાના છંટકાવ કરવાની તાતી જરૂરીયાત છે તેવી શહેરીજનોની માંગ છે.


Loading...
Advertisement