રાણપુરમાં તળાવ ફરતે દબાણો હટાવી ફરવા લાયક સ્થળ બનાવવા લોકમાંગ

14 August 2019 01:30 PM
Botad
  • રાણપુરમાં તળાવ ફરતે દબાણો હટાવી 
ફરવા લાયક સ્થળ બનાવવા લોકમાંગ
  • રાણપુરમાં તળાવ ફરતે દબાણો હટાવી 
ફરવા લાયક સ્થળ બનાવવા લોકમાંગ

બોટાદ તા.14
રાણપુર તાલુકા કક્ષાનું ગામ હોવા છતા 25000 લોકો માટે ગામમાં એકપણ બગીચો કે ફરવા લાયક કે વોકીંગ માટેનું સ્થળ નથી.
બોટાદ જીલ્લાનું રાણપુર તાલુકા મથક છે અને 25000 હજારની વસ્તી ધરાવતું શહેર છે.25000 હજાર લોકો માટે એકપણ બગીચો કે ફરવા લાયક સ્થળ કે વોકીંગ માટે સ્થળ ન હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
રાણપુરમાં સરકારી દવાખાના પાસે અણીયાળી રોડ ઉપર મોટુ તળાવ છે અને મિનારા મસ્જીદ પાસે પણ મોટુ તળાવ છે.બીજા શહેરોમાં કે ગામડાઓમાં તળાવ ઊંડા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે જ્યારે રાણપુરમાં તો ગ્રામ પંચાયત દ્વારા તળાવમાં કચરો નાંખી પુરાણ કરવામાં આવે છે.તો આ બંને તળાવમાં કચરો નાખવાનું અને પુરાણ કરવાનું બંધ કરાવી અને બદલે તળાવો ઊંડા કરાવી તળાવની ફરતે પાળો બાંધી અથવા દિવાલ કરી તળાવ ફરતે અલગ-અલગ વૃક્ષો વાવી લોકો માટે બેસવાના બાંકડા-લાઈટો વગેરે મુકી લોકો માટે સુવિધા વધે તેવુ કરવું જોઈએ.
બાળકોને રમત-ગમત હરવાફરવાનું સ્થળ બને તો ભાઈઓ-બહેનો-વૃધ્ધોને રજાના દિવસોમાં અને નિરાંતે ટાઈમ પાસ કરવા કે વોકીંગ માટે છેક રેલ્વે સ્ટેશને જવુ ના પડે.તો સત્તાવાળાઓએ બંને તળાવો ઊંડા કરાવી તળાવ ફરતા થયેલા દબાણો હટાવી તળાવ ફરતે લોકોની સુવિધા માટે બગીચો કે ફરવા લાયક સ્થળ બનાવવા રાણપુરના લોકોની માંગ છે.


Loading...
Advertisement