જિલ્લામાં જુગાર અંગેના આઠ દરોડામાં 9 મહિલા સહિત 52 શખ્સો ઝડપાયા

13 August 2019 08:11 PM
Jamnagar Crime
  • જિલ્લામાં જુગાર અંગેના આઠ દરોડામાં 9 મહિલા સહિત 52 શખ્સો ઝડપાયા

જામનગર તા.13
હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી પોલીસ દ્વારા શ્રાવણીયા જુગારીઓને પકડવા માટે જામનગર જીલ્લામાં સતત તપાસ કરવામાં આવી રહી છે. જયારે ગઈકાલના રોજ પણ પોલીસે જુગારધામોને ત્યાં દરોડા દરમિયાન વિવિધ આઠ જગ્યાએથી 9 મહિલા આરોપી સહિત 52 પત્તાપ્રેમીઓની ધરપકડ કરી હતી. આ સાથે જ પોલીસે 10 મોબાઈલ ફોન સહીત રૂ. 3.90 લાખની મત્તા કબજે કરી તમામ સખ્શો વિરુધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર જીલ્લામાં જુગારીઓને પકડવા માટે પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જયારે ગઈકાલના રોજ પોલીસે નવાગામ ઘેડ વિસ્તારમાં હનુમાન ચોક ટીબા ફળી ચંદ્રીકાબેનની દુકાનની સામેથી જાહેરમાં જુગાર રમતાં ચાર સખ્શો જેમાં શૈલેષ પ્રવિણભાઈ રાઠોડ જાતે કોળી ઉ.વ.27 ધંધો કડીયાકામ રહે,નવાગામ હનુમાન ચોક ટીબા ફળી ખોડીયાર માતાજીના મંદીર પાસે જામનગર, કાનજીભાઈ ઉકાભાઈ રાઠોડ જાતે કોળી ઉ.વ.40 ધંધો રી.ડ્રા. રહે,નવાગામ ઘેડ હનુમાન ચોક હનુમાજીની ડેરી પાસે જામનગર, ધર્મેશ ગીરધભાઈ મકવાણા જાતે કોળી ઉ.વ.22 રહે,,નવાગામ ઘેડ હનુમાન ચોક હનુમાજીની મંદીર પાસે જામનગર, ભાવેશ હંસરાજભાઈ સદાદીયા જાતે કોળી રહે,નવાગામ ઘેડ હનુમાન ચોક પંચાયત ઓફીસની ગલીમા જામનગર કે જેઓ તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે રેઇડ દરમિયાન રૂ.3032ની રોકડ રકમ સહીત તમામની ધરપકડ કરી ગુન્હો નોંધ્યો હતો. અન્ય જગ્યા જેમાં ધરાનગર-1 બેડેશ્વર કેવડાપાટ નદી ઈટોના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમતાં સખ્શો જેમાં ઈમરાન યાસીનભાઈ બ્લોચ જાતે મકરાણી ઉ.વ.21 ધંધો મજુરી રહે,હેમતસિહ ની ચાલી રામનગર ધરાનગર 2 જામનગર, બાબુભાઈ લાલજીભાઈ બારૈયા જાતે કોળી ઉ.વ.52 ધંધો વેપાર રહે.હેમતસિહ ની ચાલી રામનગર ધરાનગર 2 જામનગર, અજય તુલશીભાઈ મસાલીયા જાતે કોળી ઉ.વ.18 ધંધો મજુરી રહે.સલીમબાપુ ના મદ્રેશા પાસે હુશના ચોરની બાજુમા ધરાનગર 1 જામનગર, ફિરોજ સલેમાનભાઈ શેઠ જાતે મકરાણી ઉ.વ.25 ધંધો મજુરી રહે,હેમતસિહ ની ચાલી રામનગર ધરાનગર 2 જામનગર, નઝીર બોદુભાઈ જોખીયા જાતે સંધી ઉ.વ.37 ધંધો રી.ડ્રા.રહે,ખોડમીલ નો ઢાળીયો અનુભાઈ મલેકની દુકાનની બાજુમા રામનગર જામનગર તથા હાજી અનવરભાઈ છેર જાતે વાઘેર ઉ.વ.25 ધંધો મજુરી રહે,હેમતસિહ ની ચાલી રામનગર ધરાનગર 2 જામનગર કે જેઓ ગંજીપત્તાના પાના વડે તીનપત્તી રોનપોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા હતા ત્યારે પોલીસે રૂ.2770ની રોકડ રકમ જપ્ત કરી તમામની ધરપકડ કરી હતી. અન્ય જગ્યા જેમાં નીલકમલ સોસાયટી પાછળ આશાપુરા સોસાયટી વાણંદ સમાજની વાડીની બાજુમા આ કામના આરોપીઓ જેમાં છ સખ્શો કિશોરભાઇ લાખાભાઇ લીંબડ જાતે- કોળી ઉ.વ.59 ધંધો-મજુરી રહે. નીલકમલ સોસાયટી વાણંદ સામાજ ની વાડીની બાજુમાં આશાપુરા સોસાયટી જામનગર, હિતેશભાઇ બચુભાઇ લીંબડ જાતે કોળી ઉ.વ. 27 ધંધો મજુરી રહે નીલકમલ સોસાયટી પાછળ કોળીનો દંગો જામનગર, અશ્વિનભાઇ મગનભાઇ લીંબડ જાતે કોળી ઉ.વ 40 ધંધો મજુરી રહે નીલકમલ સોસાયટી પાછળ વાળંદસામાજ ની વાડીની બાજુમાં આશાપુરા સોસાયટી જામનગર, દિપકભાઇ સુનીલભાઇ લીંબડ જાતે કોળી ઉ.વ. 20 ધંધો મજુરી રહે નીલકમલ સોસાયટી પાછળ વાળંદસામાજ ની વાડીની બાજુમાં આશાપુરા સોસાયટી જામનગર, હરીશભાઇ બચુભાઇ લીંબડ જાતે કોળી ઉ.વ 37 ધંધો મજુરી રહે નીલકમલ સોસાયટી પાછળ કોળીનો દંગો જામનગર તથા જીલાભાઇ દેવશીભાઇ અજાણી જાતે કોળી ઉ.વ.44 ધંધો મજુરી રહે નીલકમલ સોસાયટી પાછળ આશાપુરા સોસાયટી વાણંદ સમાજની વાડીની બાજુમા જામનગર તેમજ ચાર મહિલા આરોપીઓ જેમાં જોસનાબેન દિનેશભાઈ ગોકળભાઈ વાવેચા જાતે કોળી ઉ.વ.45 ધંધો ઘરકામ રહે નીલકમલ સોસાયટી પાછળ કોળીનો દંગો જામનગર, ગીતાબેન દિનેશભાઈ બાબુભાઈ જીંજુવાડીયા જાતે કોળી ઉ.વ.34 ધંધો ઘરકામ રહે મોરકંડાની ધાર તા.જી.જામનગર, રેખાબેન જીલાભાઈ દેવશીભાઈ અજાણી જાતે કોળી ઉ.વ.40 ધંધો ઘરકામ રહે નીલકમલ સોસાયટી પાછળ આશાપુરા સોસાયટી વાણંદ સમાજની વાડી પાસે જામનગર , કોમલબેન સંજયભાઇ બચુભાઈ લીલાપરા જાતે કોળી ઉ.વ.20 ધંધો ઘરકામ રહે નીલકમલ સોસાયટી પાછળ આશાપુરા સોસાયટી વાણંદ સમાજની વાડી પાસે જામનગર આમ કુલ મળી 10 આરોપીઓ જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે તમામની ધરપકડ કરી રૂ.8130ની રોકડ રકમ જપ્ત કરી હતી.
જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા સોહમનગર છેલ્લી શેરીમાં પોલીસે રેઇડ દરમિયાન સાત સખ્શો જેમાં હિરેનભાઇ રામભાઇ બૈડિયાવદરા જાતે આહીર ઉવ.36 ધંધો મજુરી રહે. ગોકુલનગર જકાતનાકા સોહમનગર છેલ્લી શેરી જામનગર, કરણભાઇ કાનાભાઇ ડાંગર જાતે આહીર ઉવ.42 ધંધો મજુરી રહે. ગોકુલનગર, સાયોના શેરી નં.04 ડો.પીયુષભાઇ દવાખાનાની બાજુમા જામનગર, મેહુલભાઇ કિશનભાઇ સોલંકી જાતે દેવીપુજક ઉવ.34 ધંધો રીડ્રા રહે. સાતરસ્તા પાવરહાઉસની બાજુમા જામનગર, ગોપાલભાઇ ઉકાભાઇ ઢાપા જાતે કોળી ઉવ.30 ધંધો મજુરી રહે. હર્ષદમીલની ચાલી, કોળીના ડેલા પાસે જામનગર, બલવંતસિંહ દોલુભા જાડેજા જાતે ગીરા ઉવ.32 ધંધો મજુરી રહે. ગોકુલનગર શીવનગર શેરી નં.10 ગણેશ પ્રોવીઝન સ્ટોરની બાજુમા જામનગર, અજીતસિંહ નટુભા વાઢેર જાતે ગીરા ઉવ.45 ધંધો મજુરી રહે.ગોકુલનગર, રામનગર શેરી નં.03, નુકમ ટ્રેડર્સવાળી ગલીમા જામનગર તથા અશોકભાઇ મોહનભાઇ મકવાણા જાતે કોળી ઉવ.35 ધંધો મજુરી રહે. અલીયા ગામ જૈનદેરાસરની બાજુમા પટેલ શેરીનં.03 જામનગર આ સાથે જ પાંચ મહિલા આરોપીઓ જેમાં કુસુમબેન વીરેન્દ્રભાઇ બીહારીભાઇ જાની જાતે બાહ્રમ્ણ ઉવ.41 ધંધો ઘરકામ રહે. શરુસેકશન રોડ, રાજનગર, જયશ્રી ટેનામેન્ટ પ્રીન્સ પાનની બાજુમા જામનગર, રેખાબા દીલીપસિંહ ઝાલા જાતે ગીરા. ઉવ.40 ધંધો ઘરકામ રહે. ધરાનગર-1 હાઉસીંગ બોર્ડ રૂમ.નં73 શીવ સ્ટુડીયાની સામે જામનગર, જલ્પાબેન કરણભાઇ કાનાભાઇ ડાંગર જાતે આહીર ઉવ.39 ધંધો ઘરકામ રહે. ગોકુલનગર સાયોના શેરીનં.04 ડો.પીયુષભાઇ દાવખાના પાસે જામનગર, જયોતીબેન ભીમશીભાઇ વેજાભાઇ કરમુર જાતે આહીર ઉવ.40 ધંધો ઘરકામ રહે. ગોકુલનગર રામનગર શેરી નં.03 જામનગર, લલીતાબેન દિનેશભાઇ કરમશીભાઇ મીરાણી જાતે પટેલ ઉવ.42 ધંધો ઘરકામ રહે. કુદરત રેસીડન્સી, ગોકુલનગર જામનગર તે એવી રીતે કે આ કામના આરોપી હિરેનભાઈએ પોતાના રહેણાંક મકાને આ તમામ આરોપીઓને બોલાવીને નાલ ઉઘરાવી ગંજીપત્તાઓ જુગાર રમી રમાડી રહ્યો હતો ત્યારે પોલીસે મહિલા આરોપી સહીત તમામ સખ્શો પાસેથી રૂ.28750ની રોકડ રકમ તથા 10મોબાઈલ ફોન જેની કિંમત રૂ.18000મળી કુલ રૂ.46750ના મુદ્દામાલ સાથે તમામની ધરપકડ કરી હતી.
પોલીસે અન્ય જગ્યા જેમાં વિભાપર ગામે દરોડા દરમિયાન બાવળની જાડીમાંથી જુગાર રમતાં સખ્શો ચેતનભાઇ કાનજીભાઇ બોસિયા જાતે દલીત ઉ વ 18 ધંધો ડ્રાઇવર રે-ધુવાવ તા.જી.જામગર, રજનીશ ભાઇ જયશુખભાઇ ડાંગર જાતે દલીત ઉ.વ.21 ધંધો મજુરી રહે ગુકુળપાર્ક સોસાયટી વિભાપર જામનગર, શેલેસ ભાઇ અજીતભાઇ મોહનભાઇ જાતે દલીત ઉ વ 32ધંધો મજુરી રહે વિભાપર જામનગર, સંજયભાઇ વિનોદભાઇ સાગઢિયા જાતે દલીત ઉ વ 18 ધંધો અભ્યાસ રે વિભાપર જામનગર નામના આરોપીઓની ધરપકડ કરી રૂ.2590ની રોકડ રકમ જપ્ત કરી તમામની ધરપકડ કરી ગુન્હો નોંધ્યો હતો.
ગઈકાલના રોજ પોલીસે દુર હાપા ઉધોગ વિસ્તારમાં રેઇડ દરમિયાન પેવર બ્લોકના કારખાનામાંથી જુગાર રમતાં સખ્શોને પકડી પાડ્યા હતા. આ કામના આરોપીઓ જેમાં જગદીશભાઇ કીરીટભાઇ ખેતાણી, જાતે-કડીયા, ઉ.વ.32, ધંધો-વેપાર, રહે.ગુલાબનગર સત્યસાઇનગર બ્લોક નં.221 જામનગર, રઘુવીર હમીરભાઈ લાંબા, જાતે-ચારણ ગઢવી, ઉ.વ.49, ધંધો-વેપાર, રહે.પંચવટી ગૌશળા કચ્છી ભાનુશાળી બોર્ડીંગ સામે, ભાવેશ પ્રોવીઝન બાજુમાં જામનગર, રોહીત ભરતભાઇ જેઠવા, જાતે-ભોઇ, ઉ.વ.35, ધંધો-નોકરી, રહે.સ્વામીનારાયણ નગર શેરી નં.5, ગરબીચોક પાસે જામનગર, ઇસ્માઇલ મામદભાઇ પીઠરીયા, જાતે-મુસ્લીમ પીંજારા, ઉ.વ.42, ધંધો-ડ્રાઇવીંગ, રહે.કીશાન ચોક, ચુનાનો ભઠ્ઠો ઢોલીયા પીરની દર્ગા પાસે જામનગર, તારમામદ અલ્લારખાભાઈ ડોસાણી, જાતે-મેમણ, ઉ.વ.54, ધંધો-મજુરી, રહે.લંઘાવાડનો ઢાળીયો નેશનલ આર્મની બાજુમાં જામનગર, આસીફભાઈ અબ્દુલભાઈ આમરોણીયા, જાતે-મુસ્લીમ, ઉ.વ.26, ધંધો-હોટલ ચંચાલન, રહે.ગુલાબનગર તાજ પાન વાળી શેરી જામનગર, ઇરફાન જુમાભાઈ કાયાણી, જાતે-મુસ્લીમ, ઉ.વ.32, ધંધો-મજુરી, રહે.ગુલાબનગર, રાધે ક્રીષ્ના પાર્ક, બ્રાહ્મણની વાડી પાસે જામનગર, વિજયસિંહ રણજીતસિંહ ઝાલા, જાતે-ગીરા, ઉ.વ.33, ધંધો-વેપાર, રહે. સ્વામીનારાયણ નગર શેરી નં.1 મકાન નં.બી-27 જામનગર તથા આસીફભાઇ કરીમભાઈ બેલીમ, જાતે-મુસ્લીમ, ઉ.વ.38, ધંધો-ટ્રાંસપોર્ટ, રહે.જુના રેલ્વે સ્ટેશન પાસે, ભીમવાસ-3, ફોરેસ્ટ ક્વાર્ટર પાસે જામનગર આ તમામ સખ્શો પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી કારખાનામાં જુગાર રમી રમાડી રહ્યા હતા અને નાલના પૈસા ઉઘરાવી રહ્યા હતા તાય્રે પોલીસે રેઇડ દરમિયાન તમામની ધરપકડ કરી રૂ.26370ની રોકડ રૂ.55000ની કિંમતના આંઠ મોબાઈલ ફોન તથા રૂ.140000ની કિંમાતના ચાર મોટરસાઈકલ મળી કુલ રૂ ,2,21370નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જામનગર જીલ્લાના જોડિયા તાલુકામાં આવેલ કુન્ન્નડ ગમે ગઈકાલના રોજ પોલીસે દરોડા દરમિયાન જાહેરમાંથી મગનભાઈ મોહનભાઈ કાલાવડીયા, નારાયણભાઈ નરસિંહભાઈ રાણીપા, ધર્મેન્દ્રસિંહ પુનાજી જાડેજા તથા પાંચાભાઈ સાઠાભાઈ ભરવાડ રે બધા કુન્નડ, તા. જોડીયા, જી. જામનગર નામના સખ્શોની ધરપકડ કરી હતી કે જેઓ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા હતા ત્યારે પોલીસે રૂ.10515ની રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર જીલ્લાના સીંગચ ગામેથી પોલીસે ગઈકાલના રોજ બાપાસીતારામ મઢુલી પાછળ બાવળની ઝાડીમા જાહેરમા જુગાર રમતાં સખ્શો જેમાં કિરીટસિંહ બાલુભા જેઠવા જાતે ગી.રા. ઉ.વ.32 ધંધો મજુરી રહે. સીંગચ ગામ ચાર રસ્તા સોસાયટી તા.લાલપુર જી.જામનગર, અનિરૂધ્ધસિંહ ચંદુભા વાઢેર જાતે ગી.રા. ઉ.વ.25 ધંધો મજુરી રહે. સીંગચ ગામ ઝાપા મા વાઢેર પાળો તા.લાલપુર જી.જામનગર તથા દામજીભાઇ પરબતભાઇ રાઠોડ જાતે સતવારા ઉ.વ.40 ધંધો ખેતી રહે. સીંગચ ગામ ઝાપા મા રામદેવપીરના મંદીર પાસે તા.લાલપુર જી.જામનગર કે જેઓ તીનપતી રોન પોલીસનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા હતા ત્યારે પોલીસે રેઇડ દરમિયાન તમામની ધરપકડ કરી રૂ.10240ની રોકડ રકમ જપ્ત કરી તમામ સખ્શો વિરુધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement