દારૂની 164 બોટલ સાથે ચાર ઝબ્બે

13 August 2019 08:10 PM
Jamnagar
  • દારૂની 164 બોટલ સાથે ચાર ઝબ્બે

જામનગર તા.13
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકામાંથી પોલીસે આજે રોજ દરોડા દરમિયાન ગોકુલપર ગામમાંથી ઈંગ્લીશ દારૂની 164 નંગ બોટલો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી આ સાથે જ બે મોટરકાર તથા એક મોબાઈલ ફોન મળી પોલીસે રૂ.3,67,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ગોકુલપર ગામે જામનગર એલસીબી પોલીસે આજે રોજ ઈંગ્લીશ દારૂની 164નંગ બોટલો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં જયેશભાઈ કિશોરભાઈ ચાંદ્રા, રહેવાસી દિગ્વિજય પ્લોટ, અચીજાપાના પાસે જામનગર, વિજયભાઈ ધારાભાઈ કારિયા, રહેવાસી વિજયનગર જામનગર, કરશનભાઈ ભીખાભાઈ મસુરા રહેવાસી-ખંભાળિયા, હરસિદ્ધિનગર તથા કેયુરભાઈ ઉર્ફે કેલો ગીરીશભાઈ ડોબરિયા રહેવાસી ગોકુલનગર જામનગર નામના આરોપીઓ પાસેથી બે મોટરકાર જેમાં એક ઇકોકાર જેના નં.જીજે 37બી 3895 જેની કિંમત રૂ.150000 તથા ફીગો કાર જેના નં.જીજે 10 એપી 65 જેની કિંમત રૂ.150000 તથા એક મોબાઈલ ફોન જેની કિમત રૂ.2000 સહીત કુલ મુદ્દામાલ રૂ.3,67,600 સાથે તમામ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તથા આ કામનો આરોપી રાજભા દરબાર કે જે દારૂની સપ્લાય કરી રહ્યો હતો તે ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર આરએ ડોડીયાની સુચનાથી આરબી ગોજીયા, કેકે ગોહિલ, તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


Loading...
Advertisement