કાલાવડ નજીક બાઈક પરથી પડી જતા વૃધ્ધાનું મોત

13 August 2019 08:09 PM
Jamnagar Crime
  • કાલાવડ નજીક બાઈક પરથી પડી જતા વૃધ્ધાનું મોત

જામનગર તા.13
કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામ પાસે પોતાના પુત્રના મોટર સાયકલ પાછળ બેસી ગામ તરફ જતા વોડીસાંગ ગામના એક વૃદ્ધાનું પડી જતા પહોચેલી ગમ્ભીર ઈજાને કારણે મૃત્યુ નીપજ્યું છે. ઘટના સ્થળેથી હોસ્પિટલ ખસેડાયેલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
અક્સમાતના આ બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકા મથક નજીક આવેલ વોડીસાંગ ગામ નજીક ગઈ કાલે રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે વોડીસંગ ગામ પાસેના રોડ પર મોટર સાયકલ પરથી એકાએક નીચે પડી ગયેલ વાલીબહેન ઠાકરશીભાઇ કમાણી ઉવ.60 નામના મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. દરમિયાન તેનીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક તેની પુત્ર સાથે મોટરસાયકલમાં બેસી વોડીસાંગ ગામ તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.


Loading...
Advertisement