છોટીકાશીના શિવમંદિરોમાં વિવિધ શ્રૃંગાર દર્શન

13 August 2019 07:25 PM
Jamnagar Dharmik
  • છોટીકાશીના શિવમંદિરોમાં વિવિધ શ્રૃંગાર દર્શન
  • છોટીકાશીના શિવમંદિરોમાં વિવિધ શ્રૃંગાર દર્શન

જામનગરમાં આવેલા અનેક શિવમંદિરોમાં બીજા શ્રાવણી સોમવારે સાંજે વિવિધ શ્રૃંગારના દર્શન યોજવામાં આવ્યા હતા. જામનગરના ધનવંતરી મેદાન પાસે આવેલા શ્રી પ્રતાપેશ્ર્વર મહાદેવ મંદિરમાં ગઇકાલે સાંજે ભગવાન ભોલેનાથના અર્ધનારેશ્ર્વર સ્વરૂપના દર્શન યોજાયા હતા અને શિવજીને અન્નકોટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. અર્ધનારેશ્ર્વર એટલે શિવજફીનું એવું એક સ્વરૂપ છે કે જેમાં તેનો અર્ધોભાગ શિવ (પુરૂષનો અને અર્ધો હિસ્સો પાર્વતીજીનો છે. હિંમતનગર વિસ્તારમાં રામમંદિરપાસેના સોમનાથ મહાદેવ મંદિરે ગઇકાલે સાંજે જયોતિલીંગ સોમનાથની ઝાંખી સમાન દર્શન યોજાયા હતાં.
પંચેશ્ર્વર ટાવર પાસે આવેલા શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરે જંગલ દર્શન યોજયા હતા. હવાઇચોક રોડ ઉપર આવેલા શ્રીનાગર જ્ઞાતિના મંદિર હાટકેશ્ર્વર મહાદેવના મંદિરે શિવજીને ઝરીનો શણગાર કરાયો હતો. તેમજ ભોલેનાથ ઝેર પીતા હોય તેવું કલરફૂલ ચિત્ર અંકિત કરાયું હતું.
ઓમકારેશ્ર્વર મહાદેવના મંદિરે હિમાલયની ઝાંખી કરાવતા દર્શન યોજાયા હતાં તો શ્રી કાશીવિશ્ર્વનાથ મહાદેવના મંદિરે અનાજના મં9ળ, ભોગ સાથેના દર્શન યોજાયા હતા.
ભારત સરકારે ઐતિહાસિક નિર્ણય લઈ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370, 35(એ) રદ કરી નાખતા આખા વિશ્વમાં ભારત સરકારનો ડંકો વાગી ગયો છે. જામનગરના સિક્કા ગામે આવેલા કુંભનાથ મહાદેવ મંદિરે તેને લગતો શણગાર કરવામાં આવ્યો હતો. આ માટે પ્રવિણસિંહ જાડેજા, મયુરસિંહ ચુડાસમા દિગ્વિજયસિંહ ચુડાસમા વિજ્યસિંહ જાડેજા તથા કુંભનાથ મહાદેવ ગ્રુપ સિક્કા દ્વારા જહેમત ઉઠાવાઇ
હતી.


Loading...
Advertisement